SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ગુણીભૂતવ્યગ્યનું ધ્વનિમાં પર્યવસાન [ ધવન્યા ગુણીની કદર થતી નથી એવો પ્રસ્તુત અર્થ, આંખની અપ્રસ્તુત વાતથી હેલે છે, એટલે અલંકાર અપ્રસ્તુતપ્રસંસા છે, અને અહી કહેલી વાત આંખને બરાબર લાગુ પડે છે એટલે વાસ્વાર્થ વિવિક્ષિત છે. માટે જ વૃત્તિમાં કહ્યું છે કે આ બે લોકોમાં શેરડી અને આંખ વિવક્ષિતરૂપે જ છે, પણ પ્રસ્તુત નથી. કોઈ મહાગુણવાન વ્યક્તિ પણ ખટે સ્થાને જઈ ચડતાં પિતાને મળવી જોઈતી કીર્તિ કે કદર પામી શક્યો ન હોય તેની સ્થિતિનું વર્ણન કરવું એ આ બંને કલેકનું પ્રસ્તુત તાત્પર્ય છે. અને એમાં શેરડી અને અખિ વિશે જે કહ્યું છે, તે તે બંનેને બરાબર લાગુ પડે છે માટે વિક્ષિત છે. વાગ્યાથે અવિક્ષિત હેય એવું દષ્ટાંત– “અલ્યા, કોણ છે ?” “કહું છું, હું તે એક દુર્ભાગી શાખટક છું.” “વૈરાગ્યથી બેલતે હોય એમ લાગે છે.” “વાત સાચી છે.' કેમ આમ કહે છે?” અહીંથી ડાબી બાજુએ વડ છે; બધા વટેમાર્ગુઓ તેને બધી રીતે લાભ લે છે. પણ હું બરાબર રસ્તા પર ઊભેલો છું છતાં લોકોને ઉપકાર કરી શકું એવી મારે છાયા સુધ્ધાં નથી ?” [ શાખટકને નિઘંટુમાં ભૂનના વાસનું વૃક્ષ કહ્યું છે એના ફળ પીળા, છાલ સખત અને છાંયે બહુ જ ઓછો હોય છે. બાપાલાલ વેવ એને સરેટ કહે છે, કરાડી મટવાડ તરફ એને કડ કહે છે.] કોઈ ઝાડ સાથે કંઈ સવાલ જવાબ ન થઈ શકે, એટલે આ હકને વાગ્યાથે અવિક્ષિત જ છે. અને એના વડે કંઈ સમૃદ્ધ દુષ્ટ માણસની નજીક રહેનારા કોઈ નિધન સ્વમાની
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy