SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ] નિરંતરતાને વિરોધ કેમ ટાળવે ? [ વન્યાલોકકેમ કે ઉપરની નીતિ અનુસાર એક વાક્યમાં આવેલા (વિરોધી) રસોને વિરોધ પણ શમી જાય છે. જેમ કે – તે વખતે, નવી પારિજાતની માળાની રજથી સુવાસિત થયેલી છાતીવાળા, દેવાંગનાઓ જેમની છાતીને આલિંગી રહી છે એવા, ચંદનનું પાણી છાંટવાથી સુગંધિત બનેલાં કપલતાનાં વસ્ત્રો વડે જેમને વાયુ ઢોળવામાં આવે છે એવા વીરોએ, કુતૂહલપૂર્વક અપ્સરાઓએ આંગળીથી બતાવેલા, પૃથવીની ધૂળથી ટાયેલા, જેને શિયાળવાં જોરથી બાઝળ્યાં હતાં એવા, અને માંસભક્ષી પંખીઓની લેહી ખરડી વીંઝાતી પાંખે જેમને પવન નાખતી હતી એવા પિતાના દેહોને પડેલા જોયા.” યુદ્ધમાં વીરતાપૂર્વક મૃત્યુને ભેટેલા યોદ્ધાઓ દેવત્વ પામી દેવદેહ ધારણ કરી તેમને લેવા આવેલાં વિમાનમાં બેઠા છે અને ત્યાં તેમને ઘેરી વળેલી દેવગનાઓ તેમના રણભૂમિ ઉપર પડી રહેલા મૃતદેહે આંગળી કરીને બતાવે છે, તે તેઓ કુતૂહલથી જુએ છે. તેમને અત્યારે પ્રાપ્ત થયેલા દેવદેવ અને તેમના મૃતદેહ વચ્ચેનો વિરોધ આખા શ્લોકમાં વિશેષ મારફતે પ્રગટ થાય છે. તેમનાં શબ પૃથ્વીની ધૂળથી રિટાયેલાં છે, પણ તેમનાં દેવશરીર પારિજાતના નવા માળાની રજથી સુવાસિત થયેલાં છે; તેમનાં શબને શિયાળવાં વળગ્યાં છે, જ્યારે તેમના દેવદેહને દેવાંગનાઓ આલિંગી રહી છે, તેમનાં શબને માંસભક્ષી ૫ ખીઓની લેડીખરડી પાંખ ૫ ખો કરે છે, જ્યારે તેમના દેવદેવને ચ દાનું પાણી છાંટીને સુગંધિત કરેલાં કકલતાનાં વસ્ત્રોથી વાયુ ઢાળવામાં આવે છે. આમ, અહીં શબાના વર્ણનમાં બીભત્સ અને દેદેહ ના વર્ણનમાં શુગાર રસને અનુભવ થાય છે. એ બે પરસ્પરવિરોધી રસ છે પણ વચમાં વીરો વીરમૃત્યુ પામીને વિદેહ પામ્યા છે એ હકીકત વ્ય જિત થતી હોઈ, એ બેનો વિરોધ ટળી જાય છે. એટલે જ વૃતમાં કહ્યું છે કે – આ વર્ણનમાં, નિઃસંદેહ, શૃંગાર અને બીભસને અથવા તેમનાં અંગોને સમાવેશ, વચમાં વીરરસ આવવાને કારણે, વિરોધી નથી. આને સમજાવતાં લોચનકાર બે શંકા ઉપસ્થિત કરી તેનું સમાધાન કરે છે. પહેલી શંકા એ છે કે અહીં બીભત્સનો વિભાવ શબ છે અને
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy