SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કલોત ૩-૧૫ ] સંલક્ષ્યમવ્યંગ્ય પણ રસાદિને વ્યંજક [ ૧૯૩ “ વિષમબાણલીલા'માં કામદેવના પોતાના સાથીઓ વસંત, જીવન, મલયાનિલ, વગેરે સાથેના મિલનને પ્રસંગ આવે છે. તેમાં ભાવન આ પ્રમાણે કહે છે: “હું મર્યાદાનું ઉલ્લંઘન કરતો હઈશ, નિરકુશ બની જતો હઈશ, વિવેક ભૂલી જતે હદશ, પણ હું સ્વપ્નમાં પણ તારી ભક્તિ ભૂલતો નથી.” આમાંથી યૌવનને સ્વભાવ જ મર્યાદાનું ઉલંધન વગેરે કરવાનો અને સતત કામની ઉપાસના કરવાનો છે, એવું વસ્તુ વ્યંજિત થાય છે, અને તે અહીં પ્રસ્તુત એવા શૃંગારરસમાં પર્યસાન પામે છે. આમ, અહીં, સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિ પતે અસલ ક્રમવ્યંગ્ય વનિને વ્યંજક બને છે. ત્રીજું ઉદાહરણ મહાભારતમાંથી આપેલું છે. પ્રસંગ એવો છે કે ઘુઓ અક મરેલા બાળકને લઈને સમશાનમાં આવ્યા છે. સાંજના સમય થયા છે. ગીધ અને શિયાળ બંને ત્યાં હાજર છે. બને એ બાળક પિતાને ખાવા મળે એમ ઈચ્છે છે. દિવસે ગીધનું જોર ચાલે છે, તો રાતે શિયાળનું. અંધ ડું થાય એ પહેલાં જે ડાધુ એ ચાલ્યા જાય તે ગીધ ખાવા મળે અને અંધારું થયા પછી જાય તો શિયાળને મળે. આથી એ બંને ડાધુઓને ઉદેશીને પોતાને સ્વાર્થ સાધવા આ પ્રમાણે બેસે છે. ગીધ કહે છે? બધાં પ્રાગાને બીક લાગે એવા આ ગીધ, શિયાળ અને અનેક હાડપિંજરોથી ભરેલા સ્મશાનમાં કયાં સુધી ઊભા રહેશો ? કાલધર્મ પામેલો કોઈ અહી જીવતે થતો નથી. વહાલાં હોય કે વેરી હોય, પ્રાણીમાત્ર છે એ જ ગતિ છે.” મતલબ કે તમે તમારે ઘેર જાઓ, એ ગાધનો અભિપ્રાય સંતાક્રમÚમથી સમજાય છે, અને તે અહીં પ્રસ્તુત એવા શાંતરસરૂપી અસંલક્રમચંગ નિને વ્યંજક બને છે. ત્યારે શિયાળ કહે છે? અરે મૂ, હજી તે આ સૂર્ય આકાશમાં મોજૂદ છે, હજી બાળક પ્રત્યે પ્રેમ બતાવવાનો સમય છે, અત્યારે બ્રિમવું ઘડિયુ છે, એ વીતતાં કદાચ આ બાળક જેવી પણ જાય; આ સેનાના જેવી કાંતિવાળા, હજી યૌવનમાં પગલું માંડયું નથી એવા અને ગીધના કહેવાથી, એ મૂખ, શા માટે વગર શંકાએ છેડી જાઓ છે.” એ લે કે રાત પડતાં સુધી શેકાય તે પિતાને ખાજ મળે એ ઇરાદે. શિયાળ ડાઘુએ ને શેકાવાનું કહે છે. એને એ અભિપ્રાય સંલયક્રમ વસ્તુ ૨-૧૩
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy