________________
ઉદ્યોત ૩-૬ બ ]
સંઘટનાનું નિયામક તત્ત્વ [ ૧૭૩ તેથી, સંઘટના ગુણથી અલગ છે એમ માનીએ કે એ ગુણરૂપ જ છે એમ માનીએ તોયે એનું નિયમન કરનાર કેઈ બીજે હેતુ બતાવો જોઈએ.
ઉપરની વ્યવસ્થામાં સંધટનાનું નિયામક તત્વ રસ છે એમ માન્યું છે. અને તેથી કમળ રસમાં સમાસ વગરની અને કઠોર રસમાં સમાસવાળી સંધટના હોવી જોઈએ એવો નિયમ કરવો પડે છે અને તે નિયમ પાળવા જતાં ખરેખર જ્યાં અચાતા પ્રતીત થતી નથી ત્યાં પણ તે છે એમ માનવાનો વારો આવે છે, એટલે અહીં કહે છે કે આ મુશ્કેલી ટાળવી હોય તો સંઘટનાનું નિયામક તવ રસ સિવાય બીજું કોઈ માનવું જોઈએ. અને તે હવેની કારિકામાં બતાવે છે – સંઘટનાનું નિયામક તત્વ
એમાં એટલે કે સંઘટનાની બાબતમાં નિયામક હેતુ વક્તા અને વાસ્યનું ઔચિત્ય છે.
અહીં વક્તા એટલે કવિ પોતે અથવા તેણે સર્જેલું પાત્ર. કવિએ સજેલું પાત્ર પણ કાં તો રસભાવરહિત હોય છે અથવા રસભાવસમન્વિત હોય છે. રસ પણ કાં તે કથાના નાયકને આશ્રયે રહેલો હોય છે અથવા તેના વિરોધીને આશ્ચયે રહેલે હોય છે. કથાનાયક પણ ધીરોદાર વગેરે જુદા જુદા પ્રકારને, મુખ્ય અથવા તેના સિવાયનો ગૌણ એમ અનેક પ્રકારને હાઈ શકે છે.
વાગ્યે પણ વનિરૂપ રસનું અંગ એટલે કે વ્યંજક હોય અથવા રસાભાસનું અંગ હોય, અભિનેયાર્થ એટલે કે અભિનયથી. વ્યક્ત કરવાનું હોય કે અનભિનેયાર્થ હોય, ઉત્તમ પ્રકૃતિને આશ્રયે રહેલું હોય કે તે સિવાયનાને આશ્રયે રહેલું હોય, એમ. અનેક પ્રકારનું હોઈ શકે છે.
એમાંથી કવિ પિતે વક્તા હોય અને તે રસભાવરહિત હોય તો તે ગમે તેવી સંઘટના વાપરી શકાય. કવિ નિરૂપિત.