________________
ઉઘાત ક અ ]
ગુણેને આય [૧૬ છે જેઓ એ પ્રધાન અને આશ્રયે રહે છે તેઓ ગુણે કહેવાય છે. અને જેઓ કાવ્યનાં અંગ શબ્દ અને અર્થને આશ્રયે રહે છે તેઓ કટકકુંડળના જેવા અલંકારો કહેવાય છે.”
અહીં પ્રશ્નકર્તાને આશય એ છે કે ગુણનો કેઈ આશ્રય તો હોવો જ જોઈએ. તમે સંધના એને આશ્રય નથી એમ કહે છે, એટલે બાકી રહ્યા શબ્દ અને અર્થ. જો શબ્દને ગુણનો આશ્રય માને તો એ શબ્દાલંકાર ગણાશે અને અર્થને એનો આશ્રય માનશે તે એ અર્થાલંકાર ગણાશે. જે તમારે ગુણને અલંકારથી જુદા માનવા હોય તો સંઘટનાને જ ગુણનો આશ્રય માનવો રહ્યો. એની તો તમે ના પાડે છે તો પછી કયો આશ્રય બાકી રહ્યો છે? એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે ગુણે રસને આશ્રયે રહે છે, જે અમે પહેલાં કહી ગયા છીએ. અને ગૌણ રૂપે એમને શબ્દના અને અર્થના ધર્મ પણ કહી શકાય.
ત્યારે સામે પક્ષે પૂછે છે કે જે તમે ગુણને શબ્દના ધર્મ કહે તે એ અનુપ્રાસ વગેરે જેવા નહિ થઈ જાય? તેના જવાબમાં હવે કહે છે કે –
અથવા ગુણેને શબ્દના આશ્રયે રહેલા માને, એથી કંઈ એ અનુપ્રાસ વગેરે જેવા નહિ થઈ જાય. કારણ, અનુપ્રાસ વગેરે શબદના એવા ધર્મો છે જેને અર્થની અપેક્ષા નથી હોતી, એટલે જેમને અર્થ સાથે કરશે સંબંધ નથી હોત. પણ ગુણે તે શબ્દોના એવા ધર્મો છે, જે વ્યંગ્ય વિશેષને વ્યક્ત કરનાર વાચ્યાર્થીનું પ્રતિપાદન કરી શકે એવા હોય છે, એટલે કે જેને અર્થ સાથે સંબંધ હોય છે. ગુણેને શબ્દના ધર્મો કહેવામાં આવે છે તે, અન્યના એટલે કે આત્માના આશ્રયે રહેલા હોવા છતાં શૌર્યદિ ધમને શરીરને આશ્રયે રહેલા કહેવામાં આવે છે, તેના જેવું છે.
કહેવાનો મતલબ એ છે કે શૌર્ય વગેરે જેમ આત્માના ગુણે હેવા છતાં ઘણીવાર લેકે પડછંદ શરીર જોઈને શૌર્ય વગેરેને તેના જ ગુણે કહે છે, અને તે આપણે ચલાવી લઈએ છીએ, તેમ ગુણો પણ, ખરું જેતા, કાવ્યના આત્મારૂપ રસના જ ધર્મો હોવા છતાં, રસની અભિવ્યક્તિમાં