SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] ધ્વનિના પદ અને વાક્ય પ્રકાશ્ય ભેદ [ ધ્વન્યાલેાક ૩. અવિવક્ષિતવાસ્થ્યના અત્યંતતિસ્કૃતવાચ્ય પ્રકાર ના જ મારફતે પ્રગટ થતા હાય એનું ઉદાહરણ - “નિશા જે સર્વભૂતાની, તેમાં જાત સયમી, જેમાં જાગે બધાં ભૂતા, તે જ્ઞાની મુનિની નિશા.” ' અહી’‘ નિશા ’થી ‘ જાગરણ ’ની વાત વિક્ષિત નથી. તે શું છે? મુનિએ તત્ત્વજ્ઞાનની ખાખતમાં સાવધ રહેવું અને અતત્ત્વ પ્રત્યે વિમુખ રહેવું એવું અહી' વ્યજિત કરવામાં આવ્યું છે. આમ, આ તિરસ્કૃતવાસ્થ્ય વ્યંજકનું ઉદાહરણ મને છે. ૪. એના જ અર્થી'તરસ'ક્રમિત વાચ્ય પ્રકાર વાકય દ્વારા. પ્રગટ થતા હોય એવું ઉદાહરણ “કેટલાકના સમય વિષમય તે કેટલાકના અમૃતમય, કેટલાકના વિષ અને અમૃતમય તે કેટલાકના નહિ વિષ કે નહિ અમૃતમય એવા વીતે છે.” ' આ વાકયમાં ‘ વિષ ’ અને ‘ અમૃત ’ એ એ શબ્દો ‘દુઃખ' અને ‘સુખ ’ રૂપ અર્થા તરસ’ક્રમિત વાચ્યરૂપે વપરાયા છે; એટલે અર્થા‘તરસંક્રમિતવાચ્ય જ અહી ન્યૂજક છે. આ બંને ઉદાહરણામાં એકથી વધુ પદે અર્થાંતરસંક્રમિતવાચ્ય છે. અને તેએ ગ્જક તરીકે કામ કરે છે, એટલે અહી મંગ્યા વાકયમાંથી પ્રગટ થાય છે એમ કહ્યું છે. કાવ્યપ્રકાશ માં આ વાકષપ્રકાશ્ય અર્થાતરસંક્રમિતવાચ્યધ્વનિનું ઉદાહરણ આપેલું છે: : “ હું તને કહું છું કે આ વિદ્વાનેને સમાજ છે, માટે નિજ ગતિ સ્થિર રાખીને એસજે અહી ’ અહીં “ તને હું કહું છું.' એમ કહેવાની જરૂર જ નથી – જે કહેવાનું .. હાય તે કહી દે એટલે કામ પતી જાય. એટલે એ વાકયની ગતિ સધાતી નથી. એ જ રીતે, સામે વિદ્વાના બેઠા હાય છતાં ‘• આ વિદ્વાનેાના સમાજ છે' એમ કહેવાની જરૂર રહેતી નથી, એટલે એ વાચ્યાય પણ બાધિત થાય છે, અને પછી લક્ષણાથી એ બધાને જુદી રીતે અર્થ કરવામાં આવે છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy