________________
ઉદ્યો ૩–૧ ]
ધ્યનિના પદ અને વાકય પ્રકાશય જે [ ૧w આમાંથી પહેલા ૪ પદ અને વાક્ય પ્રકાશ્ય લેઈ તેમના ભેરે ૫ થી ૧૬ સુધીના બાર પદ, વાકય અને પ્રબંધ પ્રકારય હોઈ તેમના કુલ ભેદે ૩૬ ૧૭ મો કેવળ વાકય પ્રકાશ્ય હોઈ એને ભેદ ૧૮ મે પદ, વાકય, પ્રબંધ, પદાંશ, વર્ણ અને રચના પ્રકાશ્ય હોઈ એના કહ ભેદ ૬
૧. અવિવક્ષિતવાચ્ય ( લક્ષણામૂલ ધ્વનિ )ના અત્યંતતિરસ્કૃતવાચ્ય નામના ભેદમાં પદ દ્વારા વ્યંગ્યાર્થી પ્રગટ થત હોય એવું ઉદાહરણ મહર્ષિ વ્યાસના આ વાકયમાં જોવા મળે છે – “જો મિષઃ બિંયા' “આ સાત લામીની સમિધ છે.”
આખો લેક આ પ્રમાણે છે :
“વૃતિ, ક્ષમા, દયા, શૌચ, કરુણા, અનિષ્ફર વાણી, મિત્રોને દ્રોહ ન કરવો એ સાત લક્ષ્મીની સમિધ છે.”
સમિધ એટલે યજ્ઞ માટેના લાકડાના ટુકડા. હવે, એ તો અગ્નિની હોઈ શકે. લક્ષ્મીની કેવી રીતે હોય? એટલે અહીં એનો મુખ્યાથ બાધિત થાય છે અને પછી લક્ષણથી “વધારનારા” એવો અર્થ લેવામાં આવે છે. જેમ સમિધ અગ્નિને વધારે પ્રજવલિત કરે છે તેમ આ કમાં ગણવેલી વસ્તુઓ લક્ષ્મીમાં વધારો કરે છે. અહીં “સમિધ' શબ્દના મુખાર્થના બિલકુલ ત્યાગ કરવો પડે છે, એટલે એ અત્યંતતિરસ્કતવાચધ્વનિનું ઉદાહરણ છે, અને અહીં ફક્ત “સમિધ” પદ જ થંભ્યાર્થને પ્રગટ કરે છે એટલે એ પદપ્રકાશ્ય બંગાથે અથવા ધ્વનિ છે.
અથવા કાલિદાસની પંકિત –
कः सन्नखे विरहविधुरां स्वय्युपेक्षेत जायाम् । મેઘદૂતમાંને એ શ્લોક આખે આ પ્રમાણે છેઃ
“હે મેષ, પ્રવાસીઓની સ્ત્રીઓ અલકલટને સંકેરીને પતિ આવસે એવા વિશ્વાસથી તને વાયુમાર્ગે જતો જોઈ રહેશે. કારણ, મારા સિવાય એવો પરાધીન બીજો કેણ હય, જે તને ચઢી આવેલ જોયા પછી પોતાની વિરહકાર પત્નીની ઉપેક્ષા કરે ?” રસ.-૧૦