________________
હવત ૨-૩૧ ]
વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ [ ૧૩૯ તે તારા સસરા ગુસ્સે થશે અને પરિણામ સારું નહિ આવે. અહીં “થયું ભૂંડું'ને અર્થ સસરા ગુસ્સે થશે એટલે જ કરવો જોઈએ. નહિ તે જે એનો બીજો અર્થ કરીએ તે વ્યંગ્યાથે ઉતિથી જ પ્રગટ થઈ જાય અને આ વિનિ કાવ્ય નહિ રહે. અહીં આ શ્લોકનો વ્યંગ્યાર્થ પહેલાં આવી ગયેલા “કેને રોષ ચડે ના' એ શ્લેકના જેવો જ લેવાનો છે. એટલે કે (૧) જાર માટે એને વ્યંગ્યા એવો છે કે તારે સાવચેતી રાખવી જોઈએ, ઘરેણાંને અવાજ ન થવા દેવો જોઈએ, નહિ તો પકડાઈ જશે; (૨) નાયિકાને માટે વ્યંગ્યાથ એવો છે કે તારે જોઈ વિચારીને કામ કરવું જોઈએ; (૩) તટસ્થ વ્યક્તિઓ માટે વ્યંગ્યાથ એવો છે આ તો નાયિકા પારિજાતનાં ફૂલ પાડવા તેને હલાવે છે તેથી બયાં ખખડે છે, બીજ કશું નથી; (૪) સખીઓ માટે અર્થ એવો છે કે જોયું, મેં કેવી સિફતથી મારી સખીનો દુરાચાર છાવરી લીધી; (૫) સસરા માટે અર્થ એવો છે કે કોઈ પારિજાતન હલાવે એ તમને ગમતું નથી એ હું જાણું છું. આ નાયિકા સમજતી નથી એટલે હલાવે છે, પણ મેં એને ચેતવી દીધી છે એટલે હવે નહિ હલાવે. ગુસે ન થશે. વગેરે.
અહીં વ્યંગ્યાથે ના બે ભાગ છે. એક તો પ્રકરણનું જ્ઞાન કે નાયિકા જાર સાથે રમણ કરી રહી છે અને તેનાં બલૈયાંને અવાજ બહાર સંભળાય છે. વાચાર્થના બેધ માટે આ વ્યંગ્યાર્થિનો બોધ આવશ્યક છે. એ વગર વાગ્યાથે પૂરો સમજાતો નથી. કેમ કે પારિજાતને હલાવવાથી સસરા ગુસ્સે થાય છે એ તો જાણીતી વાત છે, નાયિકા પણ એ જાણે છે, એટલે એ કહેવાની કંઈ જરૂર જ ન હોય. આથી ભંગ્યાર્થથી પ્રાપ્ત થતું પ્રકરણાદિનું જ્ઞાન વાર્થની પૂર્તિ માટે આવશ્યક બને છે.
અહીં કોઈ એવો મુદ્દો ઉઠાવે છે તો તે અહીં વ્યંગ્યાર્થ વાગ્યાર્થીનું અંગ બની જાય છે. પછી તમે એને દવનિનું ઉદાહરણ કેમ કહે છે? તે તેના જવાબમાં કહે છે કે –
જ્યારે પ્રકરણાદિના જ્ઞાનને લીધે એક અર્થ – પારિજાત હલાવીશ નહિ, સસરા ખિજાશે– ની પ્રતીતિ થયા પછી બીજે વ્યંગ્યાર્થ – તેના જારના અવિનયને ઢાંકવા માટે આ કહ્યું છે એ– પ્રગટ થાય છે અને ત્યારે એ વાગ્યાથે પાછો વ્યગ્ધાર્થનું