________________
ઉદ્યોત -રર ]
અથશકિતમૂલ લક્ષ્યક્રમ દાનિ [ ૧૧૫ પાર્વતી તે પહેલેથી જ શંકર પ્રત્યે અનુરાગ ધરાવતી હતી. અને હવે શંકર પણ એના પ્રત્યે ઉન્મુખ થાય છે, અને પ્રણયીજન પ્રત્યે પ્રેમ રાખનાર હોઈ એમને રતિરૂપ સ્થાયી ભાવ ગાઢ બને છે અને તેના તથા ઔસુકય, આવેગ, ચાપલ્ય, હર્ષ વગેરે વ્યભિચારી ભાવોના સાધરણભૂત અનુભાવ પ્રગટ થાય છે અને એ રીતે વિભાવ, અનુભાવની ચર્વણ જ વ્યભિચારી ભાવની ચર્વણમાં પરિણમે છે. એ વ્યભિચારી ભાવ પોતે સ્થાયી ભાવને અધીન હોય છે; જેમ દેરામાં કૂલ વ્યાં હોય છે તેમ સ્થાયી ભાવના સૂત્રમાં વ્યભિચારી ભાવ પરોવાયેલા હોય છે, એટલે એ વ્યભિચારીની ચર્વણ અંતે જતાં સ્થાયી ભાવની ચર્વણામાં જ પર્યવસાન પામે છે. આમ, અહીં વિભાવાદિનું શબ્દો દ્વારા સંપૂર્ણ કથન થયેલું હોઈ અહીં તરત જ રસની પ્રતીતિ થાય છે, એટલા માટે આ પ્રસંગને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનું ઉદાહરણ કહ્યું છે. પણ “દેવર્ષિ વદતાં એવું' એ શ્લેકમાં તો નીચું જોવું અને કમળની પાંદડીઓ ગણવારૂપ ક્રિયાઓ તે બીજા કોઈ કારણે પણ થઈ હોવાનો સંભવ છે. એટલે એ લજજારૂપી વ્યભિચારી -ભાવના જ અનુભાવ છે એ તરત સમજાતું નથી, પણ શિવ પ્રત્યેને પાર્વતીનો અનુરાગ, તેને મેળવવા માટે એણે કરેલી તપશ્ચર્યા, વગેરે બધું સંભારીએ છીએ ત્યારે પિતાના ઈચ્છિત વર સાથે થવાના વિવાહની વાત નીકળતાં પ્રગટેલી લજજાના આ અનુભા છે એમ સમજાય છે. એટલે અહીં વ્યભિચારીની પ્રતીતિ સંલક્ષ્યક્રમવ્યંગ્યથી થાય છે અને માટે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ કરતાં એ વનિને પ્રકાર જુદો છે એમ કહ્યું છે.
અહીં બીજી પણ એક વરતુ સમજી લેવાની જરૂર છે. ઉપર બતાવ્યું તેમ, અહીં વ્યભિચારીની પ્રતીતિ સંલક્ષ્યક્રમે થાય છે, પણ રસની પ્રતીતિ તે અસંલક્ષ્યક્રમે જ થાય છે. એટલે આ ઉદાહરણ રસની દષ્ટિએ અસંલક્યમવ્યંગ્યનું અને વ્યભિચારીની દૃષ્ટિએ સંલક્ષ્યક્રમવ્યંગ્યનું છે. અને એટલે વૃત્તિમાં કહ્યું છે કે “આ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનો જ વિષય છે એમ નથી.” વળી, પછીના વાક્યમાં પણ ત્યાં જ કેવળ અસંલક્ષ્યક્રમભંગ્ય વનિ ગણાય છે” એમ કહ્યું છે તે પણ આ જ કારણે.
જેમાં શબ્દવ્યાપારની એટલે કે અભિધા શકિતની મદદ વગર જ એક અર્થ વ્યંજના વડે બીજા અર્થની પ્રતીતિ કરાવતો હોય એવા અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમ યંગ્ય વનિની આ ચર્ચા પતાવી હવે આગળ.કહે છે –