________________
૧૦] 2ષાકાર અને શબ્દસતિમૂલ નિનો ભેદ વિન્યાલોક રૂપકની શોભા વધારનાર લેવાલંકાર છે અને બંને વચ્ચે છે. અહીં પણ શબ્દશક્તિમૂલધ્વનિ નથી.
એવું જ ચોથું ઉદાહરણ –
“જેના હાથીઓ નિરાશ શત્રુઓનાં મનરૂપી સ્વર્ણકમલને મસળી નાખવાને લીધે તેમની સૌરભ ફેલાવનારા અને નિરંતર દાન માટે લંબાયેલા બાહુપરિઘ જેવા છે.”
આ શ્લેકમાં પણ વિશેષણો શ્લેષયુક્ત છે અને તેમાંથી રાજાને લગતા અને હાથીઓને લગતો એમ બે અર્થે નીકળે છે. ઉપર રાજાના બાહુને લગત અર્થ આપે છે. હવે જે એ જ વિશેષણ હાથીઓને લગાડીએ તો અર્થ એ થાય કે હાથીઓ માનસ સરોવરનાં સુવર્ણકમળાને મસળી નાખવાને કારણે તેમની સૌરભ ફેલાવે છે, અને સતત મદ વહેવડાવતા રહે છે.
અહીં પણ રૂપકની શોભામાં વધારે કરનાર ઋલેષ વાગ્યરૂપે જ પ્રતીત થાય છે.
અહીં સુધીની ચર્ચામાં એકવીસમી કારિકામાં વપરાયેલા “આક્ષિપ્ત” (વ્યંજિત) શબ્દથી વાય અલંકારોને બાકાત રાખવામાં આવ્યા છે, એ વાત વિગતે સમજાવી, અને સ્પષ્ટ કર્યું કે જ્યાં અલંકાર વાચ્ય ન હોય પણ આક્ષિપ્ત એટલે કે વ્યંગ્ય હોય, ત્યાં જ શબ્દશક્તિમૂલ અવનિ કહેવાય. અને જ્યાં બે વસ્તુ કે બીજા અલંકારની પ્રતીતિ વાયરૂપે થતી હોય ત્યાં શ્લેષાલંકાર કહેવાય. અને એનાં પાંચ ઉદાહરણો પણ આપ્યાં. એમાંના પહેલા ઉદાહરણમાં બે વસ્તુને અને બાકીનાં ચારમાં બીજ અલંકારને વાયરૂપે બોધ થાય છે. એટલે એ બધાં શબ્દશક્તિમૂલધ્વનિનાં નહિ પણ લેવાલંકારનાં જ ઉદાહરણ છે.
બધી જ ભાષામાં એવા શબ્દો હોય છે જેના એક કરતાં વધુ અર્થ થતા હોય. પણ ઘણે ભાગે આસપાસના સંદર્ભ વગેરેને કારણે તેમની અભિધાશક્તિ કેઈ એક જ અર્થમાં મર્યાદિત થઈ જતી હોય છે અને તે શબ્દ એક જ અર્થને બોધ કરાવે છે, જેમ કે “રામલક્ષ્મણ’ કહીએ એટલે “રામ”ને અર્થ “દશરથપુત્ર’ એવો જ થાય, પણ “રામપુ’ કહીએ તે “રામ”ને અર્થ “બળભદ્ર, બળરામ” થાય. આવા અનેકાર્થ શબ્દની અભિધાને એક અર્થમાં નિયંત્રિત કરનાર કારણે ભતૃહરિએ ૧. સંયોગ, ૨.