________________
૮૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
-
-
-
પ્રતિબંધક, ઇહલોક તથા પરલોકના સુખનો નાશ કરનારો, પાંચ આશ્રવનો આગર, અનંત દારૂણ દુઃખ અને ભયનો દેવાવાળો, મોટા સાવધ વ્યાપાર, કુવાણિજ્ય અને કર્માદાનોનો કરાવનારો, અધ્રુવ, અનિત્ય, અશાશ્વતો, અસાર, અબાણ, અશરણ એવો (જે પરિગ્રહ) તેને હું ક્યારે છોડીશ? જે દિવસે છોડીશ તે દિવસ મારો ધન્ય છે !
બીજો મનોરથ
ક્યારે હું મુંડ થઇને દશ પ્રકારે યતિધર્મ ધારી, નવાવાડે વિશુદ્ધ બ્રહ્મચારી, સર્વ સાવધ પરિહારી, અણગારના સત્તાવીશ ગુણધારી પાંચ સમિતિ ત્રણ ગુતિએ વિશુદ્ધ વિહારી, મોટા અભિગ્રહનો ધારી, બેંતાલીશ દોષ રહિત વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમધારી, બાર ભેદે તપસ્યાકારી, અંત પ્રાંત આહારી, અરસ આહારી, વિરસ આહારી, રૂક્ષ આહારી, તુચ્છ આહારી, અંતજીવી, પ્રાંતજીવી, અરસજીવી, વિરમજીવી, રૂક્ષજીવી, તુચ્છજીવી, સર્વ રસત્યાગી, છક્કાયનો દયાલ, નિર્લોભી, નિઃસ્વાદી, પંખી અને વાયરાની પરે અપ્રતિબદ્ધ વિહારી, વીતરાગની આજ્ઞા સહિત એવા ગુણોનો ધારક અણગાર હું ક્યારે થઇશ ? જે દિવસે હું પૂર્વોક્ત ગુણવાન થઇશ તે દિવસે મારો ધન્ય છે.
ત્રીજો મનોરથ
ક્યારે હું સર્વ પાપસ્થાનક આલોવી, નિઃશલ્ય થઇ, સર્વ જીવરાશીને ખમાવીને, સર્વ વ્રતને સંભારી, અઢાર પાપસ્થાનકને ત્રિવિધે ત્રિવિધે વોસિરાવી, ચારે આહાર પચ્ચખ્ખી, શરીરને પણ છેલ્લે શ્વાસોશ્વાસે વોસિરાવી ત્રણ પ્રકારની આરાધના આરાધતો થકો, ચાર મંગલિકરૂપ ચાર શરણ મુખે ઉચ્ચરતાં થકો, સર્વ