________________
303
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
–––––––––––––––––– હતો. શ્રી અરિહંત પરમાત્મા તેની એ ઉમેદ પાર પાડો.
પવિત્ર મહાશય ધર્મ બંધુઓ, આ મોક્ષપદ સોપાનના સ્વરૂપનું હૃદયથી મનન કરજો. ભગવાન્ તીર્થકરોએ આ જગતના જીવોના ઉદ્ધારને માટે મોક્ષરૂપ મહેલમાં ચડવાને આ સોપાનની સીધી સીડી દર્શાવી છે, જો એ સોપાનના સીધા માર્ગને ભૂલી જશો તો તમારે અનેક ભ્રમણોમાં ભમવું પડશે.
આ પ્રસંગે કહેવું જોઇએ કે, આ સુંદર સોપાનનો માર્ગ ચારિત્રના સુકાનને લઇ જગત્ સાગરમાં વિચરનારા મુનિઓને માટે સુગમ છે. વિરત, નિગ્રંથ, નિર્મમ અને નિર્દોષ વૃત્તિને ધારણ કરનારા અનગાર આત્માઓ આ સોપાનપર આરોહણ કરવાને જેટલા અધિકારી છે, તેટલા અવિરતિ આચારને ધરનારા ગૃહસ્થ શ્રાવકો નથી, તે છતાં જે મુનિવરો આ સોપાનના સ્વરૂપને ઓળખતાં છતાં તે પ્રમાણે વર્તવાને પ્રમત્ત થાય છે. તેઓ ચારિત્રરૂપ રત્નને એક કોડીને મૂલ્ય વેચી ભવિષ્યની વિપત્તિઓને હોરી લે છે. તે પવિત્ર મુનિઓએ પોતાના જીવન જેને માટે સમર્પણ કરેલ છે, તેને પ્રમાદથી ભૂલી જઇ પોતાના સાધુ જીવન કઇ દિશાએ દોરાય છે અને અમૂલ્ય સમયનો ઉપયોગ કેવા કાર્યમાં થાય છે, તે મુખ્યત્વે વિચાર કરવાનો છે. જે ભ્રમણાથી પોતે પોતાનો લક્ષ્ય સ્થલનો ખરો, અને સીધો માર્ગ ભૂલી ગયા છે, તે માર્ગને તેમણે શોધી કાઢવો જોઇએ. પોતાના પૂર્વજો જે માર્ગે ચાલી સ્વ અને પરના જીવનને આત્મિક ઉન્નતિમાં મુકી ગયેલા છે. તે ખરા માર્ગમાં એક બીજાની ગતિમાં અવરોધ કર્યા વગર સતત ગતિમાન થવાને માટે સતત પ્રયત્ન કરવો જોઇએ. અને મિથ્યા દંભ અને આત્મગૌરવની ખાતર બીજાની ગતિમાં અવરોધ કરવામાં કાલ વ્યતીત ન કરતાં તેમણે પોતાના પૂર્વજોના શુદ્ધ માર્ગને અનુસરી ચાલવું જોઇએ.
ચાલતા કાલના પ્રભાવને લઇને ગૃહસ્થ અને પતિ બંને