________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૭૫
કરતા બોલ્યા- “ભદ્ર મુમુક્ષુ, આ નીસરણીના છેલ્લા સોપાન ઉપર દ્રષ્ટિ કર. આ મહાનું અદ્ભુત અને શિવરૂપ સોપાન છે. આ સંસારમાંથી મુક્ત થઇ વિશ્રાંતિ લેવાનું આ સ્થાન છે. શ્રી શિવસ્વરૂપ જિનેંદ્ર ભગવાનનું આનંદરૂપે નિવાસ કરવાનું આ સ્થલ છે. ભદ્ર, આ સોપાનને સાવધાન થઇ વિલોક્યું. આ ચૌદમું સોપાન અયોગિ ગુણસ્થાનના નામથી ઓળખાય છે. અહિં કાયાદિનો પણ યોગ ન હોવાથી તે અચોગિ કહેવાય છે. જુવો, આ સોપાન ઉપર પાંચા વર્ણોના આકાર દેખાય છે. તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલ નિંદ્રનો આત્મા પાંચ હૃસ્વ અક્ષરોડા -3 ભૂ બોલતાં જેટલો વખત લાગે તેટલા વખત સુધી સ્થિતિ કરે છે. આ ગુણસ્થાનમાં શુક્લધ્યાનનો અનિવૃત્તિ નામનો ચોથો પાયો છે, તેમાં સમુચ્છિન્નક્રિક્યા નામે શુક્લધ્યાનનું ચોથું ધ્યાન છે. જે ધ્યાનમાં સૂક્ષ્મ કાચયોગની ક્રિયા પણ ઉચ્છિન્ન (સર્વથા નિવૃત્ત) થઇ જાય. છે. આથી મહાત્માઓ એ ધ્યાનને મુક્તિરૂપી મહેલનું દ્વાર કહે છે.”
મુમુક્ષુએ દીર્ધ વિચાર કરી પ્રશ્ન કર્યો. “ભગવદ્, મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થાય છે, કૃપા કરી તેનું નિરાકરણ કરો. જ્યાંસુધી દેહ વિદ્યમાન છે, ત્યાંસુધી અયોગી શી રીતે કહેવાય ? અને જ્યારે કાયયોગનો સર્વથા અભાવ થયો તો પછી દેહનો અભાવ થયો, તો દેહ વિના ધ્યાન કેવી રીતે ધરે ?”
આનંદર્ષિ હાસ્ય કરીને બોલ્યા- “વત્સ, આ અયોગી ગુણસ્થાનનો કોઇ અભુત પ્રભાવ છે. અહિં કાયયોગથી જે ક્યિા થાય છે, તે અતિ સૂક્ષ્મરૂપ છે. તેમ વળી તે કાયયોગ સત્વર ક્ષય પામી જાય છે, વળી કાયાનું કાર્ય કરવામાં તે અસમર્થ હોય છે, એ કારણથી કાયા હોવા છતાં પણ તે અયોગી કહેવાય છે. તેમ વળી શરીરનો આશ્રય હોવાથી તેને ધ્યાન પણ ઘટે છે. આથી