SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ૩૫૭ એમ પણ બને છે. કાર્મગ્રંથકમતના અભિપ્રાયે ૧ ભવમાં ઉપશમ શ્રેણી ૨ વાર પ્રાપ્ત કરી શકાય. જે જીવોએ ૨ વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો તે ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકતા જ નથી. પણ એક વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય અને બીજીવાર ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવી હોય તો કરી શકે છે. ૪ થી ૭ એમ ૪ ગુણસ્થાનક પૈકીના કોઇપણ ગુણસ્થાનકે વર્તતો જીવ અનંતાનુબંધી ૪ કષાયને ઉપશમાવીને સર્વવિરતી ભાવમાં દર્શનસિકને ઉપશમાવે છે. સિદ્ધાંતકારના અભિપ્રાયે જે જીવોએ એ ભવમાં ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી હોય તે જીવો એ ભવમાં બીજીવાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકતા નથી તેમજ ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે એક ભવમાં બેમાંથી કોઇપણ એક જ શ્રેણી પ્રાપ્ત થઇ શકે. ઉપશમશ્રેણીના પ્રારંભક જીવ મા ગુણસ્થાનકથી હોય છે. બન્ને આચાર્યોના મતે આખા ભવચકમાં ૪ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત થાઇ શકે. લોકપ્રકાશની ટિપ્પણીમાં ઉપશમશ્રેણી ચડતો કે પડતો કાળા કરે તો અનુત્તરમાં જ જાય એમ કહ્યું છે ગુણસ્થાનક ક્રમારોહમાં ઉપશમણીએ ચડતો મુની જો કાળ કરે તો અનુત્તરમાં જ જાય એમ કહ્યું છે. અલ્પ આયુષ્યવાળો ઉપશમશ્રેણીએ ચડેલો કાળધર્મ પામે તો અનુત્તરમાં જ જાય એટલે સર્વાર્થસિધ્ધ આદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે પ્રથમ સંઘચણવાળો હોય તે જ જાણવો. કારણ કે બીજા, ત્રીજા સંઘયણવાળા અનુત્તરમાં જઇ શકતા નથી માટે તેઓ કાળ કરીને અનુત્તર સિવાયના વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy