________________
ચૌદ |
સ્થાનક ભાd-3
૩૨૭.
-
-
-
-
-
-
-
-
ગુણસ્થાનકે અપૂર્વકરણ નામનો અધ્યવસાય જીવને જે પેદા થાય. છે તે ગ્રંથી ભેદ માટે થાય છે અને અત્યાર સુધી સંસારમાં રખડતાં રખડતાં અનંતીવાર મનુષ્ય જન્મ પામીને ધર્મની આરાધના કરી પણ એ ઓદયિક ભાવની થતી હતી તે અપૂર્વકરણથી ક્ષયોપશમાં ભાવે ધર્મની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત બને છે અને અતાત્વિક યોગ રૂપે ગણાય છે. જ્યારે આ આઠમા ગુણસ્થાનના અપૂર્વકરણ અધ્યવસાયથી જીવની અનંતગુણ વિશુધ્ધિ વધતી જતી હોવાથી એને પોતાને અંતરમાં એવા ભાવ આવે છે કે ગમે તેમ તોયા ક્ષયોપશમ ભાવે જે ધર્મ થાય છે તે મોહનીય કર્મના ક્ષયોપશમાં ભાવના કારણે થાય છે જો એ સહાય ન આપે અને હું સાવધ ન રહું તો એ ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ પણ થઇ શકે છે તો આવી રીતે બીજાની સહાયથી ધર્મ ક્યાં સુધી કરવો. જે મારો પોતાનો ક્ષાયિક ભાવે ધર્મ રહેલો છે તેના બદલે આ ક્ષયોપશમ ભાવની સહાયથી ક્યાં સુધી જીવવું આવી વિચારણા કરીને સામર્થ્ય રૂપ બલ પેદા કરીને ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કેમ થાય એ રીતે પ્રયત્ન કરે છે અને મારો પોતાનો ક્ષાયિક ભાવનો ધર્મ પેદા કેવી રીતે કરી શકાય એની વિચારણામાં જ કાળ પસાર કરતો જાય છે અને અનંત ગુણ વિશુદ્ધિની પ્રાપ્તિ કરતો જાય છે. આ વિશુધ્ધિના બળે જીવ અપૂર્વ પાંચ વસ્તુઓ પેદા કરે છે. (૧) અપૂર્વ સ્થિતિ બંધ (૨) અપૂર્વ સ્થિતિ ઘાત (૩) અપૂર્વ રસઘાત (૪) ગુણ શ્રેણિ અને (૫) ગુણ સંક્રમ.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ૭૦-૩૦ અને ૨૦ કોટાકોટી સાગરોપમની અનુક્રમે કરે છે એ સિવાય જઘન્ય સ્થિતિબંધ સન્ની જીવો અંતઃ કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. એ જે જઘન્ય સ્થિતિબંધ રૂપે થતો જે અંતઃ કોટાકોટી સાગરોપમનો બંધ સૌથી વધારે પહેલા ગુણસ્થાનકમાં