________________
૨૭૦
ચૌદ વણસ્થાનક ભાગ-૩
-
-
—
—
—
—
—
—
—
ઝીલતું રાખવું.
૯ - આચિન્ય (અપરિગ્રહ)
નવમો યતિધર્મ છે આકિંચન્ય. આકિંચન્ય એટલે અપરિગ્રહ. પરિમિત ધર્મ-ઉપકરણ સિવાય પાસે કાંઇપણ ન રાખે તે અકિંચન, અને ન રાખવાપણું ને આકિંચન-પરિગ્રહિતપણું કહેવાય. આ ગુણ કેળવવા વિચારો કે, (૧) પરિગ્રહ એ આત્માને માટે ભારરૂપ છે. તે ભાર જેટલો વધારે તેટલો જીવ વધુ નીચે દુર્ગતિમાં જાય છે. માટે કહ્યું છે કે મહાપરિગ્રહી નરકે જાય છે. સંસારનું મૂળ આરંભ સમારંભ છે અને એનું મૂળ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ હોય તો આરંભના પાપ થાય છે. સામગ્રી જ ના હોય તો શું કરે ? માટે જગતનું મોટું પાપ પરિગ્રહ છે. જેને મુદ્દલ પાપ જોઇતું નથી, એણે પરિગ્રહનો ગ્રહ છોડ્યું જ છૂટકો.
(૨) જેમ શનિ-રાહુ વગેરે ગ્રહોની દશા માણસને ભારે પડે છે. તેમ આ પરિગ્રહની દશા પણ જીવને ભારે પીડે છે. ઘરમાં રહીને સંપૂર્ણ ધર્મ શક્ય નથી કેમકે ઘરવાસ એટલે પરિગ્રહ રહે જ છે.
(૩) પરિગ્રહ ભયંકરચીજ છે, એ હૃદયનો એવો કબજો કરે છે કે પછી એ હૃદયમાં બીજું સારું સુઝતું નથી, વૈરાગ્ય ટકતો. કે ખીલતો નથી.
(૪) પરિગ્રહ સાચવવાની રામાયણ તો વળી એવી છે કે એમાં કેટલીકવાર તો રીવ્ર ધ્યાન પણ આવી જાય છે. અને રૌદ્ર ધ્યાન નરકનો દરવાજો છે; પછી ભલે આ પરિગ્રહ નાનો હોય કે મોટો. મમ્મણ શેઠ પરિગ્રહના પાપે સાતમી નરકે ગયો.
(૫) પરિગ્રહ એ બલા છે. “આવ બલા, પકડ ગળા” એમ એકવાર સંઘર્યા પછી એ છૂટવી કે છોડવી મુશ્કેલ પડે છે.