________________
૨૨૬
ચૌદ ગુણસ્થાનક મા॥ - 3 ઉપકારિઓ રમાવે છે કે-આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અનુબન્ધ કરનારી જે કલ્પનાઓ, તેની જે જાલ, તેનો વિયોગ એનું નામ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ સંસારને વધારનારાં અને દુર્ગતિને આપનારાં ધ્યાનો છે. દુનિયા સંબંધી સઘળાય સારા-ખરાબ વિચારો, આ બે ધ્યાનોમાં સમાઇ જાય છે. આ બે ધ્યાનોના સંબંધમાં ઘણું ઘણું કહેવા જેવું છે, પણ હાલ આટલું ટૂંકું જ આ બે ધ્યાનના સમ્બન્ધમાં સમજાવીને આગળ ચાલવું પડે તેમ છે. પાપવર્ધક વિચારોથી મનને દૂર કરવું, એનું નામ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. મન ઉપર એવો કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જેથી તે દુનિયાદારીની કોઇ પણ વિચારણામાં જોડાય નહિ. દુન્યવી સુખની ઇચ્છા, એ જ આ દુર્ધ્યાનોનું મૂળ છે. એ ઇચ્છા ઉપર જેટલે અંશે કાબૂ આવી જાય, તેટલે અંશે દુર્ધ્યાનથી બચી શકાય. ઇષ્ટ વસ્તુ પણ દુન્યવી સુખ માટે ઇચ્છવી, એ ખરાબ જ છે. વળી મુનિઓ તો નિર્જરાના જ અર્થી હોય, એટલે મુનિઓએ તો દુન્યવી વિચાર માત્રથી મનને રોકવું જોઇએ અને એ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે.
(૨) બીજા પ્રકારની મનોગુપ્તિનું વર્ણન કરતાં પણ ઉપકારિઓએ માવ્યું છે કે-શાસ્ત્રોને અનુસરનારી, પરલોકને સારા રૂપમાં સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી એવી જે માનસિક માધ્યસ્થ પરિણતિ, એ બીજા પ્રકારની મનોગુપ્તિ છે. શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓ આ મનોગુપ્તિને પામ્યા નથી અને પામશે પણ નહિ. ધર્મધ્યાન, એ એક એવી વસ્તુ છે કે સઘળાય આત્મકલ્યાણના વિચારો એમાં સમાવિષ્ટ થાય છે. આ માધ્યસ્થ્ય પરિણતિ પણ અનુપમ કોટિની હોય છે. સાચા-ખોટાનો શંભુમેળો કરાવનારી મૂર્ખતા રૂપ આ માધ્યસ્થ્ય પરિણતિ નથી. એવી માધ્યસ્થ્ય પરિણતિ તો અજ્ઞાનોએ માનેલી હોય છે. આવી