________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
છે અને સર્વવિરતિને પામવાની તેમની ઇચ્છા પણ વધારે વેગવતી બની જાય છે, કારણ કે-તેમને વિરતિના આસ્વાદનો પણ અનુભવ થાય છે.
૧૧૦
ભાવથી શુદ્ધ ચિત્તવાળા
આ વાત અહીં એ માટે કરવામાં આવી છે કે-આ નવમી વિંશિકાની પહેલી ગાથામાં પરમ ઉપકારી શાસ્રકાર પરમર્ષિએ ભાવશ્રાવક કેવો હોય અને એ ભાવશ્રાવક પણ કેવો ? કે જે અવિરત સમ્યદ્રષ્ટિ હોય, તે ઉત્તમ શ્રાવક કેવો હોય ? -એ દર્શાવતાં તેને ભાવથી શુદ્ધ ચિત્તવાળા તરીકે ઓળખાવેલ છે. અવિરત સમ્યદ્રષ્ટિ આત્મામાં પણ ચારિત્રધર્મનો રાગ કેવો હોય છે. તે આપણે ભૂખથી પીડાતા બ્રાહ્મણના દ્રષ્ટાન્તથી જોયું. શ્રુતધર્મના રાગની સફ્ળતા પણ ચારિત્રધર્મના રાગને જ આભારી છે. ભગવાને કહેલા ચારિત્રધર્મને જાણવા અને પામવાના હેતુવાળો જ શ્રુતધર્મનો રાગ હોય છે. શ્રુતધર્મનો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, તો એ કહેવાતો શ્રુતધર્મનો રાગ એ સાચી કોટિનો શ્રુતધર્મનો રાગ નથી. શ્રુતધર્મનો રાગ એ જ્ઞાનનો રાગ છે અને ચારિત્રધર્મનો રાગ એ વિરતિનો રાગ છે. ઉપકારિઓએ માવ્યું છે કે-આત્માનો મોક્ષ જ્ઞાન અને ક્રિયાના યોગથી થાય છે. “જ્ઞાનપ્રિઝ્યામ્યાં મોક્ષ: ।” સમ્યદ્રષ્ટિ આત્માઓને માટે જ આ વાત છે. સમ્યગ્દર્શનને પામીને જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવા દ્વારા જીવ મોક્ષને પામી શકે છે, એટલે સમ્યદ્રષ્ટિ આત્માઓમાં શ્રુતધર્મનો રાગ પણ હોય અને ચારિત્રધર્મનો રાગ પણ હોય. શ્રુતધર્મનો સાચો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, એ બને જ નહિ. હેયોપાદેયના વિવેક વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે અને હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનનો રાગ તો સૂચવે છે કે-એ