________________
અછાથ સહિત વૈરાગ્યશતક ] ઢાલની ઉપમા આપી છે, કારણ કે યુદ્ધમાં જ્યારે બાણેના વર્ષાદ શત્રુપક્ષ તરફથી વરસતા હોય છે ત્યારે સૈનિકે તે બાણને નિષ્ફળ બનાવવા માટે સામી ઢાલ ધરે છે, જેથી આવતું બાણ હાલમાં જ અફળાઈને નીચે પડે છે. પરંતુ સુભટના શરીરને લગાર પણ ઈજા કરતું નથી. તે પ્રમાણે અહિં કામ વિકારથી સન્મત્ત બનેલી સ્ત્રીઓ પિતાના વિકારોની શાન્તિ માટે પુરૂષોને પોતાની જાળમાં ફસાવવાને માટે (ફસાવવાના ઈરાદાથી) તીણું કટાક્ષ રૂપી બાણે ફેંકે છે. અહિં તીણ કહેવાનો આશય એ છે કે બૂઠાં બાણ જેમ નિષ્ફળ જાય છે તેમ મેહક અને મર્મવેધી વિકારે વિનાના કેવળ આંખના ચાળ રૂપ કટાક્ષે પણ પુરૂષને અત્યંત વિકારી બનાવતાં નથી. પરંતુ હાસ્યાદિ શેષ ગાર યુક્ત આંખના ચાળા પુરૂષોને એકદમ કામ રાગ ઉત્પન્ન કરે છે. માટે એવાં તીક્ષણ કટાક્ષ રૂપ તી બાણે કહ્યાં, અને એવાં બાણ તીર્ણ હોય એટલું જ નહિં પરન્તુ તિરસ્કાર કરી કરીને જોરથી ફેંકેલાં હોય, તે પણ નિર્મળ વિવેક રૂપી ઢાલ તે બાણોને સર્વથા નિષ્ફળ બનાવે છે. એટલે મુનિઓની સંયમ રૂપ કાયાને તે બાણે ઈજા કરી શકતાં નથી.
વળી એ ઉત્તમ વિવેક કયા કારણથી શી રીતે જાગે, તે પણ જણાવે છે. કામદેવની લીલા જેઓએ પ્રથમથી જ શમાવી દીધી હોય તેવા મહાત્માઓને જ આ ખરો વિવેક જાગે છે કે જે વિવેક ઢાલ સરખો થઈને કટાક્ષ બાણને નિષ્ફળ બનાવી દે છે, જેથી મુનિઓની સંયમ રૂપી