________________
૬૩૪
[ શ્રી વિજયપધરિકૃતજૂઠાં વચન બેલવાં. ૩ શરીર, હાથ પગ વગેરે પ્રમાર્જના કર્યા વગર હલાવવા તે. ૪ ઉત્સાહ વિના વેઠ રૂપે સામાયિક કરવું એ સામાયિક લીધાને સમય ભૂલી જાય અથવા પાર વાનું ભૂલી જાય.
આ વ્રતનું ફલ–ચારિત્રની આંશિક (ડી) આરાધના થાય. પરમ સુખ શાંતિનો અનુભવ થાય, કર્મનિજેરાને લાભ મળે, અને પરંપરાએ મેક્ષના સુખ પણ મળે છે.
ઉદા–મહણસિંહ શ્રાવકે ચાલુ રસ્તામાં તથા કેદખાનામાં પણ સામાયિક છોડયું નથી. સામાયિકના પ્રભાવે તે દેવતાઈ ઋદ્ધિને પામ્યું. એક ડોશી પરભવમાં રાજકુંવરી થઈ વિગેરે.
દશમું દેશાવગાસિક વ્રત. અર્થ–છટા દિશિ પરિમાણ વ્રતમાં જે છુટ રાખી હોય તેમાં સંક્ષેપ (ઘટાડો) કરો તે દેશાવનાશિક વ્રત કહેવાય.
આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે–૧ નિયમ કરેલી ભૂમિની બહાર કાંઈ મોકલવું. ૨ નિયમ કરેલ ભૂમિની બહાર કાંઈ મેકલવું. ૩ શબ્દ કરીને એટલે ખાંસી ખાઈને અથવા ખારે કરીને નિયમ કરેલ ભૂમિની બહાર રહેલા માણસને બેલાવે. ૪ રૂપ દેખાડીને (પિતાની હયાતી જણાવીને) નિયમિત ક્ષેત્રથી વ્હાર રહેલા માણસને હું અહીં છું એમ જણાવે. ૫ નિયમ કરેલી ભૂમિની બહારના ભાગમાં કાંકરે વિગેરે નાંખી પિતાની ખબર આપે.