________________
શ્રી શીલધર્મદીપિકા ]
૬૧૫ જ નહિ. પ્રાચીન મહાપુરૂષો ભેગ તૃષ્ણાની ગુલામીને મહાદુર્ગતિના દુઃખને દેનારી ધાનવૃત્તિ જ માને છે. જો કે સુશ્રુત વાગભટ્ટ શાધર ભાવ પ્રકાશ વિગેરેમાં રંગના છે કારણે જણાવ્યા, તેમાં ઇદ્રિય દમનને ગણવું ચોક્કસ ભૂલી ગયા છે. એથી તેઓને અનુપગ ભાવ અથવા અ૯૫ જ અનુભવ જણાય છે. છતાં પ્રાચીન વૈદ્યો પણ રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિર, મજજા, અને વીર્ય આ સાત ધાતુઓમાં છેલી ધાતુને (વીર્યને) જીવનને ટકાવવામાં જરૂર પ્રધાન પદ આપે છે. એમ તેઓએ જણાવેલા “મટાત્તિ વઢ પુણાં
hયત્તર કવિત” (એટલે મલના નિયમિતપણાથી બલને ટકાવ થાય છે, જીવનને ટકાવ વીર્ય રક્ષાથી થઈ શકે છે.) આ વચનથી સાબીત થાય છે. વધુમાં તેઓ એમ પણ જણાવે છે કે (1) સારામાં સારું પચ્ચ (જીવનને ટકાવનાર) બ્રહ્યચર્ય છે. અને (૨) વીર્યની રક્ષા કરવી એ બ્રહ્મચર્ય કહેવાય. (૩) ખાધેલા આહારમાંથી પહેલાં કહ્યા મુજબ ક્રમસર રસ વિગેરે બને છે. અને સિાના સારરૂપ વીર્ય બને છે. (આજ વીર્ય ઓજસ રૂપી મહા તેજ સ્વરૂપ બનીને આખા શરીરમાં તેજસ્વિતા લાવે છે.)
એક ધાતુમાંથી બીજી ધાતુ બનતાં પાંચ દિવસ લાગે છે. જે સાર પદાર્થ હોય છે, તે તો શરીરમાં જ રહે છે. અને પાચનની પ્રત્યેક ક્રિયામાંથી બચેલો કચરો મળ મૂત્ર પરસેવે, મેલ, નખ, દાઢી વિગેરેના વાળ રૂપે બહાર નીકળી જાય છે. વીર્ય બનતાં જ તેની પરિવર્તન ક્રિયા અટકી જાય છે. અને તે સાર પદાર્થ એ જસરૂપે શરીરમાં રહે છે. આ પ્રમાણે રસથી તે વીર્ય બનતા સુધીમાં પાંચ પાંચ દિવસના હિસાબે પાંત્રીસ દિવસ લાગે છે. આજે ખાધેલા