________________
કાર દશ
પ્રમાણે
પાળે
શ્રી શાલધર્મદીપિકા ] ભાવથી શીલ શબ્દને વિચાર દર્શાવે છે. તેમાં દ્રવ્ય શીલનું અને ભાવ શીલનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું.
દશ દષ્ટાંતે દુર્લભ એવા માનવ જન્મને સંપૂર્ણ રીતે સફલ કરવાનું અપૂર્વ સાધન શીલ છે. શીલથી કેવલ જ્ઞાન જલ્દી પ્રક્ટ થાય છે. શ્રી જેનેન્દ્ર શાસનમાં જે જે મહા પ્રભાવક થયા છે, તે શીલના જ પ્રભાવે થયા છે. જેનું વીર્ય ઉર્ધ્વ (ઉંચું) રહેતું હોય, તે પુરૂષ વિશાલ બુદ્ધિને ધારણ કરે છે. વિગેરે પહેલાં જણાવેલા શીલના સ્વરૂપને જાણ્યા વિના કે શીલ પાલવાની ઈચ્છા વિના જે મૈથુનને ત્યાગ કર, તે દ્રવ્ય શીલ કહેવાય. અને શીલનું યથાર્થ સ્વરૂપ સમજીને પરમ ઉલ્લાસથી પર કલ્યાણને માટે શીલ ધર્મને પાલે, તે ભાવ શીલ કહેવાય. કેદમાં રહેલા કે માંદગીને કારણે સાજા થવા માટે વૈદ્યના કહેવા પ્રમાણે શીલ પાલવું તે પણ દ્રવ્ય શીલ જ કહેવાય. કારણ કે એમાં ભાવની કે બોધની ખામી છે. દ્રવ્ય શીલ અને ભાવ શીલની ચઉભંગીની ટૂંક બીના આ પ્રમાણે જાણવી. ૧ એક જીવ દ્રવ્યથી શીલ પાલે છે પણ ભાવથી પાલતું નથી. અહીં ભવદેવનું દષ્ટાંત જાણવું. તેણે ચારિત્ર લીધું છે. પણ ઘેર મૂકીને આવેલ પિતાની સ્ત્રી નાગિલામાં તેનું મન રહ્યું હતું. એ રીતે રાજર્ષિ
મુનિ નળ રાજાની બીના જાણવી. તેમને સાધ્વી દમયંતી ઉપર રાગની ભાવના થઈ હતી. ૨ એક માણસ ભાવથી શીલ પાલે છે. પણ દ્રવ્યથી નહિ. અહીં વિજય શેઠ જંબુસ્વામી પૃથ્વીચંદ્ર ગુણસાગરના દષ્ટાંત જાણવા. ભાવના કલ્પલતામાં આ પ્રસંગે ચારીને “વરકન્યા સાવધાન” ને અર્થ વિસ્તારથી જણાવ્યું છે. ૩ એક માણસ દ્રવ્યથી ને ભાવથી શીલ પાલે છે. અહીં