________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ]
૬૦૧ ઓગણીસમા શ્રત ભકિત પદના આરાધક શ્રી
રત્નચડની કથા આ ભરતક્ષેત્રમાં તામ્રલિપ્ત નામના નગરમાં રત્નશેખર નામે સજા હતું. તેની રત્નાવલી નામની રાણીથી રત્નચૂડ નામે પુત્ર થયે. કુમાર વિવિધ કળાઓ ભણી યુવાવસ્થા પામ્યો. તેને મંત્રીને પુત્ર, સાર્થવાહને પુત્ર અને વ્યવહારીને પુત્ર આ ત્રણની સાથે ગાઢ મિત્રતા હતી. તે ચારે જણ એક વખતે પિતાના ભાગ્યની પરીક્ષા કરવા પિતાના માત પિતાની રજા લીધા સિવાય પરદેશમાં ચાલ્યા ગયા. ફરતા ફરતા તેઓ કંચનપુર નગરમાં આવ્યા. ત્યારે રાજા અપુત્રીઓ મરણ પામે. તેથી પંચ દીવ્ય પ્રગટ કર્યો. તે કુમાર પાસે આવી સ્થિર થયા. કુમારને રાજ્યગાદી મળી અને પોતે ત્રણ મિત્રને મંત્રી વગેરે પદવી આપી. રત્નશેખર રાજાને આ વાતની ખબર પડવાથી કાગળ લખીને ત્રણ મિત્રે સહિત પુત્રને બોલાવ્યો. તેથી અહીંનું રાજ્ય બીજા પ્રધાનેને સેંપી રત્નચૂડ પિતાની પાસે જઈ નમીને હાથ જોડી બેઠે પિતાએ હકીકત જણાવી રત્નચૂડને રાજ્ય સેંપ્યું અને પોતે દિક્ષા લીધી.
સુખપૂર્વક રાજ્ય કરતાં ઘણું કાલ ગયા બાદ નગરની હાર બગીચામાં અમરચંદ્ર નામે કેવલી મુનિ પધાર્યા. તેમને વાંદવા રાજા ગયો. ગુરૂએ દેશના આપી ધર્મનું સ્વરૂપ જણાવ્યું. વળી ત્યાં એક મિથ્યાત્વી પંડિત જે નાગ પ્રાકૃત ભાષામાં હતા તેની નિંદા કરતું હતું તેથી જણાવ્યું