________________
શ્રી વિશતિસ્થાનકમદીપિકા ] ચોરોને રસ્તામાં જ સ્થભિત કર્યા. મળેલા સુવર્ણથી લોકોએ નજીકના ગામમાંથી પાથેય લીધું અને સઘળા સંઘ યાત્રા કરવા શત્રુંજય તીર્થ તરફ આગળ ચાલ્યા. માર્ગમાં Úભેલા શેરોને પ્રતિબોધ આપી મુનિએ બંધનમાંથી છોડ્યા. શ્રી સંઘને પુરંદર મુનિએ ઉપદ્રવ રહિત કર્યો છે એવું જાણું ઈન્દ્ર મહારાજ આચાર્ય મહારાજ પાસે આવી પ્રગટ થઈ નમસ્કાર કરી બોલ્યા કે હે દયાનિધિ! પુરન્દર મુનિની પરીક્ષા કરવા માટે મેં પોતેજ આ ઉપદ્રવ કર્યો હતો તે આપ ક્ષમા કરશે. પછી આચાર્યશ્રીને પૂછયું કે પુરન્દર મુનિને સંઘની ભક્તિ કરવાથી શું લાભ થશે? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે શ્રી સંઘની ભક્તિથી તેમણે નિકાચિત જિનનામ કર્મ બાંધ્યું છે. ત્યાર પછી પુરન્દર મુનિ યાવજજીવ સંયમ પાલી મહામુક દેવલોકમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી આવી મહાવિદેહમાં તીર્થકર થઈ મેક્ષે જશે. આ વાતને યાદ રાખીને ભવ્ય જીવોએ રત્નની ખાણ જેવા તીર્થ સ્વરૂપ શ્રી સંઘની સાવિક ભકિતને લાભ લઈ તીર્થકર પદવી મેળવવી. હું પુરંદર મુનિને વંદન કરું છું. અઢારમા અપૂર્વ શ્રુતપદ આરાધવા ઉપર
સાગરચંદ્રની કથા આ ભરત ક્ષેત્રની અંદર મલયપુર નામે વિશાળ નગર હતું. ત્યાં અમૃતચંદ્ર નામે પ્રતાપી રાજા હતા. તેને સાગરચંદ્ર નામે કુમાર હતા. આ કુમારે પાછલા ભવમાં મોટાભાઈની સાથે વૈરભાવ બાંધ્યા હતા. મેં ભાઈ તાપસી દીક્ષા સાધીને