________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૮૧
ધનદેવે ભુવનપ્રભ નામે મુનિ પાસે ચારિત્ર લીધું. અનુક્રમે સર્વ અંગ ઉપાંગને અભ્યાસ કરી વિનય પૂર્વક શુરૂ સાથે વિચરવા લાગ્યા. એક દિવસ ગુરૂના મુખથી આ પ્રમાણે વિનય ગુણની પ્રશંસા સાંભળી કે સ શુષ્ણેામાં વિનય ગુણુ મોટા છે. તે વિનય ગુણથી જે ગુરૂજનને સાધે છે તે મેાક્ષના શાશ્વત સુખને પામે છે. આવું સાંભળી શ્રી ધનમુનિએ ગુરૂની કને ગુરૂ વિગેરે પંચ પરમેષ્ઠીના ત્રિકરણ શુદ્ધિએ વિનય કરવાના નિયમ લીધે.
એક વાર ગુરૂ સાથે વિહાર કરતાં સાકેતપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચૈત્યમાં જિન પ્રતિમાની વિનય પૂર્વક સ્તુતિ કરતા ધન મુનિને જોઇને ભગવ'તને વંદન કરવા આવેલા ધરણેન્દ્રે તેમની પરીક્ષા કરવા માટે સર્પ વિષ્ણુર્યાં. તે મુનિના શરીરે વીંટાયા તથા દંશ દેવા લાગ્યા, પણ મુનિ ચલાયમાન થયા નહિ. તેથી ધરણેન્દ્રે પ્રત્યક્ષ થઈ તેમની સ્તુતિ કરી. પછી ગુરૂ પાસે આવી ધરણેન્દ્રે પૂછ્યું કે ધનમુનિ ઉત્તમ વિનય ગુણથી શું ફળ પામશે ? ત્યારે ગુરૂએ કહ્યું કે તેમણે જિનનામના નિકાચિત અંધ કર્યો છે. ધનસુનિ સમાધિ પૂર્વક કાળધર્મ પામી સહસ્રાર દેવ લેાકમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિર્દેહમાં તીર્થંકર પટ્ટ પામી મેક્ષે જશે. આ કથાના સાર એ છે કે વિનય ગુણુ તીર્થંકર પદવીને પણ આપે છે. તેથી ભવ્ય જીવેાએ શ્રી અરિહ'ત વિગેરે પૂજ્યવરાના પરમ ઉલ્લાસથી વિનય કરીને શ્રી તી કર પદવી પણ મેળવવી.