________________
૫૬૫
શ્રી વિશતિસ્થાન પ્રદીપિકા ] આકાશ માર્ગે અદશ્ય થઈ ગયા. બધા સભાજને આશ્ચર્ય પામી જોઈ રહ્યા.
થેડી વાર પછી આકાશમાંથી બે કપાએલા પગ રાજસભાના ચેકમાં પડયા, ત્યાર પછી બે ભુજાઓ એમ અનુક્રમે બધા અવયવે કપાઈને પડ્યા. તે અવયને પિતાના પતિના અવયવ તરીકે ઓળખીને તે વિદ્યાધરી અતિ રૂદન કરવા લાગી, અને ઘણું કલ્પાંત કરવા લાગી. અને રાજાને કહેવા લાગી કે હવે હું કઈ પણ રીતે જીવી શકીશ નહિ, માટે મારા માટે ચિતા ખડકો. તેમાં પડીને હું મારા પતિની પાછળ સતી થવા માગું છું. રાજાએ ઘણી રીતે સમજાવી છતાં તે કઈ રીતે ન સમજી ત્યારે રાજાએ ચિતા ખડકાવી, તેમાં તે સ્ત્રી બળી મરી. ત્યાર પછી થોડી જ વારમાં તે ઈન્દ્રજાલિક વિદ્યાધર હસતે હસતે સભામાં આવ્યું. તેને જીવતે આવતે જોઈ સભાજને બહુજ આશ્ચર્ય પામ્યા. તેણે તેની સ્ત્રીની માગણી કરી ત્યારે રાજાએ બધી હકીક્ત તેને જણાવી. પરંતુ તે તે કહેવા લાગ્યું કે તમારી બુદ્ધિ બગડી છે માટે મારી સ્ત્રીને તમે આપવા માગતા નથી. રાજાએ કહ્યું કે તે સ્ત્રી તે મારે બેન જેવી છે. એ પ્રમાણે તેમને વાદવિવાદ ચાલે છે એટલામાં તે સ્ત્રી પણ અચાનક પ્રગટ થઈ વિદ્યાધરની ડાબી બાજુએ આવીને ઉભી રહી. આવું જોઈને રાજા સહિત બધા સભાજને ઘણું અચંબો પામ્યા. રાજાએ આનું કારણ પૂછવાથી ઈન્દ્રજાલિકે કહ્યું કે હે રાજન્ ! તમને પ્રતિબંધ પમાડવા માટે મેં આ ઈન્દ્રજાલની રચના કરી હતી તે જેમ મિથ્યા છે તેમ આ