________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૧
જિનનામ કર્મોના બંધ વિગેરે પ્રશસ્ત લાભ મેળવેછે વિશેષ બીના શીલ ધર્મ દીપિકામાંથી જાણવી.
૧૩ શ્રી ક્રિયાપદ—ક્રિયા એટલે નિર્દોષ કરણી અથવા આચરણુ. તે ક્રિયા વગરનું એકલુ જ્ઞાન પાંગળા જેવું ગણાય છે. તેમ જ જ્ઞાન વગરની એકલી ક્રિયા અંધ જેવી ગણાય છે. જ્ઞાનની (સમજણ ગુણની ) સાથે એટલે નિયાાના ત્યાગ કરીને સમજ પૂર્વક કરવામાં આવતી સઘળી શુભ કરણી આત્માને નિર્મલ બનાવે છે. દેવાધિદેવ શ્રી સર્જન પ્રભુએ કહેલી ઉત્તમ ક્રિયાઓને સાધવામાં અત્યંત આદરભાવ પ્રગટ થવેા એ સત્ય જ્ઞાનનું શુભ ફેલ જાણવું. જેમને પરિપકવ જ્ઞાન દશા જાગૃત થઈ છે તેમને ક્રિયા રૂચિપ તથા ક્રિયા માર્ગોમાં અપ્રમત્ત ભાવ (પ્રમાદ રહિતપણું ) જરૂર હાય છે, વળી ક્રિયા રૂચિ ભવ્ય જીવે! શુકલ પાક્ષિક કહેવાય છે. એટલે તેઓ અલ્પકાળમાં સિદ્ધિ પદને પામી શકે છે. અને જેને ક્રિયા રૂચિ પ્રગટ થઈ જ નથી તે જીવા કૃષ્ણુ પાક્ષિક કહેવાય છે. એટલે તેઓ સંસારમાં લાંબા વખત રખડપટ્ટી કરે છે. લાંખી લાંબી વાતા કરીએ ને ક્રિયા ન કરીએ તેા લગાર પણ કાર્ય સિદ્ધિ થતી નથી કારણ કે એક રસાઈ જેવા કાર્યમાં પણ જ્યારે ક્રિયાની જરૂર પડે છે, તેા પછી સિદ્ધિ પદને પામવામાં તેની જરૂર વધારે હાય એમાં નવાઈ શી ? જેમ ગતિ કરવાથી ધારેલા સ્થાનકે પહોંચાય છે એમ સાન સહિત ક્રિયાની સાધનાથી મેક્ષ પદને પામી શકાય છે, આવી ભાવનાથી સાત્ત્વિકી ક્રિયાની આરાધના કરનાર ભવ્ય જીવા