________________
શ્રી વિંશતિસ્થાનકપ્રદીપિકા ]
- ૫૧૭ ઉત્તમ ગુણ રૂપ મહેલના પાયારૂપ છે. તથા જેમ એકડા વગરનાં મીંડાં નકામાં છે તેમ તેના વગર કરેલી ક્રિયા કાંઈ ફળ આપતી નથી અને કલેશ રૂપ ગણાય છે, એટલે આત્માનું કલ્યાણ કરી શકતી નથી. તે દર્શનપદની વિશેષ બીના શ્રી સિદ્ધચક પૂજામાં વિસ્તારથી જણાવી છે, તે પ્રમાણે વિચારી તેની આરાધના કરવી. અહીં દર્શનપદથી સમ્યગ્દર્શન જાણવું. આનું સ્વરૂપ સારી રીતે સમજવામાં અને તેને ટકાવવાને માટે તેના ૬૭ બેલેનું સ્વરૂપ ગુરૂગમથી જરૂર સમજવું જોઈએ.
૧૦ વિનયપદ–જેના વડે રાગ દ્વેષાદિક દુશમન માત્ર મૂળથી દૂર થઈ જાય તે વિનય કહેવાય છે. ત્રણ ગુણી પ્રત્યે મૃદુતા રાખી આત્મામાં ઉત્તમ ગુણ પ્રગટ કરવા માટે સુગુણીને દેખી કે સાંભળીને મનમાં આનંદિત થવું તથા તેવા સદ્દગુણની યથાશક્તિ ભક્તિ,બહુમાન, ગુણસ્તુતિ કરી આપણે પણ તેમના જેવા થવા ઈચ્છા રાખવી. વળી સગુણને વારંવાર પરિચય રાખે, સાધુ પુરૂષના નજીવા અવગુણે ઉઘાડા પાડી તેમની વાવણી કરવી નહિ. તેમની આશાતેનાથી દૂર રહેવું. વિનય વડેજ વિદ્યા શોભે છે. વિનયને સઘળા ગુણામાં મોટે કહ્યો છે, માટે તમામ ગુણેમાં સાર રૂપ વિનય ગુણની સેવનાથી મને જિનનામ કર્મને બંધ થાવ, એવી સંભાવના રાખવી અને વિનય ગુણ ધારણ કરીને બીજાને વિનયવંત બનાવીને વિનયવાળા જીવોની અનુદના કરવી.