________________
૫૧૦
[ શ્રી વિજયપઘસૂરિકૃતતપમાં બતાવેલું ગુણ ૨૦ નવકાર વાળી પ્રમાણ ગણવું, ૧૦ બતાવેલી સંખ્યા પ્રમાણે ખમાસમણ દેવાં. ૧૧ બતાવેલી સંખ્યા પ્રમાણે લેગસને કાઉસગ કરે, ૧૨ જ્યાં
જ્યાં ગુરૂ પૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરૂ પાસે સ્વસ્તિક કરી તે ઉપર યથાશક્તિ દ્રવ્ય મૂકવું અને ગુરૂવંદન કરી તેમને વાસક્ષેપ લે, ૧૩ તપસ્યાને દિવસે સજઝાય ધ્યાન-ભણવું ગણવું વિશેષે કરવું, ૧૪ બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન કરવું, ૧૫ સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવી, ૧૬ તપને પારણે યથાશક્તિ સ્વામી વાત્સલ્ય કરવું, વધારે ન બને તે યથાશક્તિ એક બે ચાર વિગેરે સંખ્યામાં સમાન તપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકાને જમાડવા, ૧૭ મેટા મોટા તપને અંતે અથવા મધ્યમાં તેનું મહત્સવ પૂર્વક ઉજમણું કરવું. સામાન્ય તપિમાં લખ્યા પ્રમાણે ઉદ્યાપન એટલે ઉજમણું કરવું. ૧૮ ગૌતમ પડે, ચંદનબાળાને અઠ્ઠમ, ક્ષીર સાગરના સાત ઉપવાસ વિગેરે તપમાં જે દ્રવ્ય ગુરૂની આગળ ગુરૂ પૂજન તરીકે મૂકવાનું હોય તે ગુરૂને આપવાનું નથી પણ તે સાધુ સાધ્વીના વૈયાવચ્છાદિ કાર્યમાં વાપરવાને વ્યવહાર છે. આવા તપમાં ગુરૂને આપવાની જે પ્રવૃત્તિ કઈ કઈ સ્થાનકે થએલી છે તે યતિ વિગેરેના સમાગમથી થએલી જણાય છે તે દૂર કરવી, ૧૯ દરેક તપમાં પાણી વાપરવું હેય તે તે અચિત પાણી જ સમજવું, ૨૦ રાત્રીએ તે દરેક તપમાં ચોવિહાર જ સમજ, ૨૧ કઈ પણ તપ સાંસારિક–પાગલિક પદાર્થોની આશાથી ન કરે. રર કક્ષાઅને જેમ બને તેમ વિશેષ શોધ કરવો. ક્ષમા સહિત તપ