________________
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતછે કે ગેરવ્યાજબી? આ કાર્યનું ભાવી પરિણામ સારું આવશે કે નરસું ? આ ખ્યાલ કામાતુર માણસને કદી આવતું જ નથી, એ આશયથી જ કવિએ કામવાસનાને તાવની ઉપમા આપી છે. એથી એમ સાબીત થાય છે કે સંયમી મહાત્માઓને કામદેવ તલભાર પણ ઈજા કરી શકો નથી, કારણ કે એ મહાત્માઓ પાસે કામદેવને વશ કરવાનું અપૂર્વ સાધન સંયમ છે, એવા સંયમ સાધનથી મોક્ષ સુખને મેળવવા નિરંતર લાગણીથી ઉદ્યમ કરનારા યેગી (મુનિસાધુ-અણગાર) પુરૂષોને અમે વંદના કરીએ છીએ. બાલજીવોને વસ્તુસ્વરૂપ સ્પષ્ટ સમજાવવા માટે ઘણીવાર મહા પુરૂષો એક બીજાને સમાવેશ એક બીજામાં થતું હોય છતાં તે તે પદાર્થને અલગ જણાવે છે. આ નિયમ પ્રમાણે ક્રોધાદિ કષાય અને કામ એ બધા ભેદ મેહનીય કર્મના જ છે, છતાં સ્પષ્ટપણે સમજાવવાની ખાતર જૂદા જૂદા જણાવ્યા છે. આ બીજા ગ્લૅકમાં જણાવ્યા મુજબ વર્તન કરનારા મહા પુરૂષો ભૂતકાલમાં શ્રી મલ્લિનાથ પ્રભુ, શ્રી નેમિનાથ ભગવાન, ગજસુકુમાલ, ધન્ય અણગાર, ધનાશાલિભદ્ર, શ્રી ગૌતમસ્વામી વિગેરે ગણધર ભગવંતે, શ્રી જંબૂસ્વામી મહારાજ, શ્રી સ્થૂલિભદ્ર સ્વામી, વાસ્વામીજી વિગેરે ઘણું થઈ ગયા. તેમના જીવનનો વિચાર કરવાથી કષાયકામ-મહાદિ અંતરંગ અને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. શુભ પદાર્થોની સાથે રહેલા વિવેક શબ્દનો અર્થ (તફાવત) કરે. પણ અશુભ પદાર્થોની સાથે રહેલા વિવેક શબ્દ “ત્યાગ” અર્થમાં પણ વપરાય છે. જેમ ક્રોધ વિવેક એટલે ક્રોધને ત્યાગ કર. વિગેરે વિવેક ગુણને પ્રકટ