________________
૩૩૬
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતજેમ વેશ્યા કપટથી કુલબાલિકા જિમ શીલથી, શેભતી નૃપ ન્યાયથી જિમ તેમ વિમલાચારથી; સાધુ દીપે પંચવિધ આચારને નિત પાલતા, અન્ય પાસ પલાવતા અનુમોદતા સુખ પામતા. ૨૪૭
અક્ષરાર્થ-જેમ માયા-કપટ વડે વેશ્યા શોભે છે, શીલવતથી કુલવાન કન્યા ( કુલવતી સ્ત્રી) શેભે છે, ન્યાયથી રાજા શોભે છે તેમ સાધુ સદાચારથી શોભે છે. ૬૯
સ્પષ્ટાઈ–વેશ્યામાં માયા પ્રપંચ એ સ્વાભાવિક હોય છે. અને તેથી જ વેશ્યાની શોભા છે. તેમજ ઉત્તમ કુલમાં ઉપજેલી સ્ત્રી સ્વભાવથી જ શીલ સદાચારવાળી હોય છે, માટે જ જગતમાં કન્યા પરણવી તે કુળવાન પરણવી એવે વ્યવહાર છે, અને તેથી તે કુળવંતી સ્ત્રીઓ જેમ શીલ સદાચારથી શોભે છે, અને રાજા અન્યાયી ને ન્યાયી બે જાતના હોય છે પરંતુ જગતમાં શભા ન્યાયી રાજાની જ હોય છે માટે ન્યાય નીતિ વડે જ રાજા શોભે છે. સજજનનું સંરક્ષણ, દુષ્ટને દંડ કર, પ્રજાનું પિતાના પુત્ર પુત્રીની માફક પરિપાલન કરવું વિગેરે સ્વરૂપવાળા નીતિ ગુણથી જ જેમ રાજા શેભે છે તેમ સાધુ મહાત્મા અહિંસા, આદિ પાંચ મહાવ્રત અને તેના ઉત્તર ગુણ રૂપી નિયમથી શોભે છે. પરંતુ સાધુ થઈને સંસારી જેવાં આચરણ રાખે તે તે કેવળ વેષધારી ખરાબ આચારવાળે સાધુ શોભિત નથી, એવા સાધુએ પિતાની અને પિતાના ધર્મની નિંદા