________________
રિટ૮
" [ શ્રી વિજ્યપદ્રસૂરિ કરનારા જીવો સામાને છેતરવાને બદલે પિતાના આત્માને તે જરૂર છેતરે છે, કારણ કે ધાર્મિક પ્રસંગે પણ સહેજ ભાયા કરવાથી પ્રભુ શ્રીમલ્લિનાથને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, કેટલાએક અજ્ઞાની છો “સત્તર પાંચ પંચાણુ, બે મૂક્યા છૂટના, લાવ પટેલ સેમાં બે ઓછા” તથા “મુખમેં રામ બગલમેં છુરી ભગત ભલા પણ દાનત બૂરી”૧ વેદ, (૪) વસુ (૮) ફેગ વિગેરે સંજ્ઞાથી વાતચિત કરીને વેપાર વિગેરેમાં પણ માયા પ્રપંચ ખેલે છે. પણ તેઓએ સમજવું જોઈએ કે, કપટ કરવાથી જે કર્મો બંધાય છે, તેના ફલ રીબાઈ રીબાઈને ભેગવવા પડે છે, દુઃખ ગમતું નથી તે દુખના કારણે જરૂર છોડવા જોઈએ. દંભ એ ભયંકર દુખનું કારણ છે, અને સરલતા મહાસુખનું કારણ છે. સરલ આત્માઓ
ડું ધર્માનુષ્ઠાન પરમ ઉલ્લાસથી વિધિપૂર્વક કરે છતાં પણ તેને કર્મ નિર્જરા વિગેરે લાભ વધારે પ્રમાણમાં મેળવી શકે છે, એ સરલતાનો જ પ્રભાવ છે. ઘણુંએ પાપી આત્માઓ પણ જે થોડા કલાકમાં આત્મ કલ્યાણ કરી ગયા, કરે છે, અને કરશે તેમાં સરલતા ગુણને પણ પ્રભાવ રહેલે જ છે. આવા શ્રી ગુરૂ મહારાજના વચનને સાંભળીને ભવ્ય જીવ જ્ઞાન ગુણને પ્રકટાવે છે. એટલે સમજણના ઘરમાં દાખલ થાય છે. ત્યારે દંભને ત્યાગ કરે છે, અને સરલતા ગુણને ધારણ કરે છે. આ વાત લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવોએ સરલતા ગુણ જરૂર ધારણ કરે, બીજા ભવ્ય જીને સરલ બનાવવા અને જેઓ સરલતા ગુણને ધારણ કરે છે તેમની અનુમોદના કરવી. ૬૦