________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૨૮૩ પણ નાશ પામે છે, કારણ કે ઉત્તમ જાતિને શંખ હોય પરંતુ જે તે અગ્નિનું સેવન કરે તે તે બીજી ચીજને બાળનાર થાય છે. તથા સત્સંગનું માહાસ્ય એવું છે કે પારસ પાષાણુ (પત્થર) ના વેગથી લોઢું પણ સુવર્ણ થાય છે અને સુવર્ણના વેગથી કાચ પણ મણિ થાય છે, માટે તું ખરાબ સબત છોડી દઈને સારા વિદ્વાન પુરૂષ પાસે શાસ્ત્રાભ્યાસ કર, કળાઓ શીખ, ધર્મ કાર્યો કર અને પિતાના કુળનો ઉદ્ધાર કર. એ પ્રમાણે ઘણી ઘણી રીતે શિખામણ આપી. પરંતુ તે પુત્ર કહેવા લાગ્યા કે શાસ્ત્રથી ભૂખને નાશ થતો નથી, કાવ્ય રસથી તરસ મટતી નથી માટે ધન કમાવા સિવાયની બીજી બધી કળાઓ નકામી છે.
આવા પ્રકારનાં પુત્રનાં વચન સાંભળી દિવાકર ખેદ પામે અને ફરીથી શિખામણ આપવાનું માંડી વાળ્યું.
જ્યારે પિતાને મૃત્યુ સમય નજીક આવ્યા ત્યારે સ્નેહને લીધે પુત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે પુત્ર! જે કે તને મારા વચન (કહેવા) ઉપર વિશ્વાસ નથી તે પણ મારા મરણ વખતના આ ઑકને તું ગ્રહણ કરી તેથી મારૂં સમાધિ મરણ થાય.
" कृतज्ञस्वामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् । कुर्वन्मित्रमलोभं च, नरो नैवावसीदति ॥१॥"
અર્થ– કૃતજ્ઞ (કર્યા કાર્યને જાણનાર) સ્વામીને સંગ કરનાર, ઉત્તમ કુળની સ્ત્રી સાથે વિવાહ કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર મનુષ્ય ખેદ પામતે નથી?