________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
ર૧૯ હેત અને ચારિત્રની પવિત્ર ક્રિયાઓ કરી હતી તે જરૂર આ ભવમાં કે પરભવમાં અનંત અવ્યાબાધ એવું મેક્ષ સુખ પણ પામત. પરતુ હે મિત્ર! મેં આવા મેક્ષના સાધનભૂત શરીરને સુંદર વ્યાપારમાં ન જોડતાં મલીન વ્યાપારમાં જોયું એટલે આ શરીરને સુંદર કાઠવાળું બનાવી સ્ત્રીઓને જેમ મોહ ઉપજે તેવા શણગારવાળું કર્યું અને તેથી સ્ત્રીઓ મોહ પામવાથી તેના મુખ રૂપી ચન્દ્રની પ્રીતિ જ માત્ર મેળવી, જેથી તેવી સ્ત્રીઓ સાથે પ્રેમમાં જોડાઈને આ શરીરને હતું તેથી પણ અધિક મલિન કર્યું. અને એ રીતે સ્ત્રીઓને પ્રેમ માત્ર મેળવવાથી જેમ કોઈ માણસ કોડ ધન આપીને એક કાકિણી જેવી નિર્માલ્ય અને કિંમત વિનાની વસ્તુ ખરીદ કરે તેવી જ મૂર્ખતા મેં કરી છે. કેમકે આ મેક્ષ સુખને પણ દેનારા શરીરને વિષયેની દુકાનમાં વેચી કાકિણી જે મૂલ્યવાળો સ્ત્રીને પ્રેમ માત્ર જ મેળવ્યું અને પરિણામે તે પ્રેમ પણ મારી પાસે દીર્ઘકાળ ન રહેતાં વૃદ્ધાવસ્થા અથવા મરણ આવતાં છોડી દેવો પડે. આ પ્રકારની મારી મૂર્ખાઈની શી વાત કરૂં? અરેરે ! મેં ચિંતામણિ રત્ન જેવા આ માનવ દેહને એક કેડીના મૂલ્યમાં વેચી દીધે ને અને દુઃખી થયે. કવિ આ બીના જણાવીને ભવ્ય જીને હિતશિક્ષા આપે છે. હે ભવ્ય છે, તમે અહીં જણાવેલી ભૂલ કરશે નહિ, અને અજ્ઞાનથી કદાચ આવી ભૂલ થઈ ગઈ હોય તે તેને પશ્ચાત્તાપ કરી ફરીથી તેમન થાય, તે બાબત સંપૂર્ણ કાળજી રાખજો, એ આ શ્લોકનું રહસ્ય છે. ૪૧
અવતરણ–હવે કવિ આ લેકમાં મશ્કરી-છેતરવું,