________________
રાર
[ શ્રી વિજયપધસૂરિકૃતવૈરાગ્યવંત પુરૂષના વિચાર દ્વારા જણાવે છે, તે આ પ્રમાણે કઈ વૈરાગ્યવાન પુરૂષ વિચાર કરે છે કે જેમ રાજ્યને ગુ કરી કેદખાને પડેલે મનુષ્ય રાજ્ય દંડ આપ્યા વિના છૂટો થઈ શકતો નથી, તેમ હું પણ મેહ માયા વિજ્ય સેવન આદિ અનેક ગુન્હા કરી આ સંસાર રૂપી કેદખાનામાં પડ છું, અને મને બેડીઓ પહેરાવી જકડી રાખ્યા છે. માટે ચારિત્ર પાળવા રૂપ રાજ્ય દંડના પૈસા ભર્યા વિના હું કદી પણ આ સંસાર રૂપ કેદખાનામાંથી મુક્ત-છૂટ થઈ શકીશ નહિ. તથા કેદીને રાજાના સિપાઈઓ જેમ મગર વડે માર મારે છે અને જુદે જુદે ઠેકાણે દળવા પથરા ફેડવા ઈત્યાદિ કામ કરવા લઈ જાય છે તેમ મેહ રાજાના મિથ્યાત્વ રૂપી સિપાઈઓ દુઃખમાં પણ સુખની ભ્રમણા ઉપજવા રૂપ મગરના માર મારી જૂદી જૂદી ગતિઓમાં ચલાવી-લઈ જઈ સંસારની અનેક ઉપાધીઓ રૂપ કાર્ય કરાવે છે. વળી ઘણા મારથી જેમ કેદીને મૂછ આવતાં બેભાન થાય છે તેમ હું પણ ભ્રમણાથી બેભાન થાઉં છું ને મૂચ્છ પામું છું, માટે હવે ચારિત્ર પાલન રૂ૫ રાજ્ય દંડ આપ્યા વિના મારી મુક્તિ જ નથી એમ વિચારી સંવૃત્ત-ચારિત્ર પાલન કરી તે પુરૂષ મુક્ત થાય છે તેમ છે ભવ્ય જીવો ! તમે પણ ચરિત્ર પાલન કરી આ સંસારથી મુક્ત થાઓ એ ઉપદેશ. ૩૯
અવતરણુ–કેઈ વૈરાગ્યવાન પુરૂષ મહા મુશીબતે મેળવેલ આ મનુષ્ય દેહ રૂપી રત્ન ફેગટ ગુમાવી દીધું એ પ્રમાણે પસ્તાવો કરે છે તે બાબત ગ્રંથકાર મહારાજ આ શ્લોકમાં જણાવે છે –