________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૧૭ પુત્રાદિ કાજે પાપ કરતા વિવિધ સંસારી જને, ધન લાભ રક્ષણ પ્રમુખ માંહી કલેશ અનુભવતા ઘણે; મજબૂત પાયો મહેલનો નંખાવતા તિમ અન્યને, બતલાવતા રાજી થતા સુણી અન્યના સ્તુતિ
વચનને. ૧૮૧ પુત્રાદિ સઘલા દ્રવ્યને પ્રાસાદને પણ ભેગવે, પણ પાપ ફલને એક કરનારા મનુષ્ય અનુભવે; પાપને ક્ષય થાય જેથી તેહ કાર્યો સાધીએ, કર્મફલને અનુભવંતા ધૈર્ય ન કદી ગુમાવીએ. ૧૮૨
અક્ષરાર્થ—અહે! ઘણું આશ્ચર્યની વાત છે કે મૃત્યુ જ્યારે જીવને બીજા ભવમાં લઈ જાય છે ત્યારે આ ભવમાં કરેલાં પુણ્ય અને પાપ એ બે જ જીવની આગળ થાય છે. (જીવની સાથે જાય છે, પરંતુ અહિં મેળવેલા પુત્રાદિ પરિવાર ઘણું ઋદ્ધિ અને બાંધેલી હવેલીઓ વિગેરેમાંનું કંઈ પણ આગળ થતું નથી એટલે સાથે જતું નથી; (પણ અહિં ને અહિં જ પડયું રહે છે.) ૩૫
સ્પષ્ટાર્થ–જગતના જ પિતાનું સઘળું જીવન ધન દેલત મેળવવા અને સ્ત્રી પુત્ર વિગેરે પરિવાર પાછળ ગાળે છે, મોટાં મોટાં મકાને-બિલ્ડિંગ બાંધે છે, સુંદર બાગબગીચા બનાવે છે. એ બધું મેળવતી વખતે અને તેને ક્ષણિક ઉપગ કરતી વખતે એમ જ સમજે છે કે જાણે