________________
૧૭૨
[ શ્રી વિજયપધસૂરિકૃતપાંચ ભૂષણ જાળવી ભેજ્યાદિને વહોરાવતા, જ્ઞાનાદિ સાધન મુનિવરેને શ્રાદ્ધ હશે આપતા, દ્રવ્યાદિને સંભારતા ને પાંચ દૂષણ ટાળતા; વાત્સલ્ય પણ વ્રતી દર્શનીનું પૂર્ણ રંગે સાધતા. ૧૫૯ વિદ્યા વિનયથી મેળવેલી શ્રેષ્ઠ પાત્ર વિષે ઠરે, કાચા ઘડા જેવા કુપા ને કદી વિદ્યા ઠવે; બેઉ વિણસે એહથી શુભ પાત્રમાં વિનયી બને, એમ કરતા સફલ ધનને જ્ઞાન ગુણ ને વિનયને. ૧૬૦ ભૂલનારા મોહથી પણ એમ પસ્તા કરે, જુગારમાં કષ્ટ લથું ધન મેં ગુમાવ્યું સવિ અરે; ગુરથી લહેલું કષ્ટ વેઠી નાણ સ્વાર્થ પ્રસિદ્ધિને, પામવાને વાપર્યું કમથી મળેલા વિનયને. ૧૬૧ સ્ત્રી સાધવાને વાપર્યો ધન ધ વિનય સુપાત્રમાં, જોડ્યા નહી આવ્યો નજીક આ કાળ નહિ એ જાણમાં
સ્વાધીનતા ભાગી હવે સત્પાત્રમાં શું વાપરું, પહેલાં નહીં ચેત્યે અરે તે એમ પસ્તા કરૂ. ૧૬૨ ઘતથી દુખિયા થયેલા નૃપ નલાદિક જાણીએ, કુસ્તુતિથી ભાટ જેવા લેકમાં પંકાઈએ; દુર્ગતિ સ્ત્રીના વિનયથી નિશ્ચયે આ તત્ત્વને, ધારી હૃદયમાં સફલ કરીએ બુદ્ધિથી દ્રવ્યાદિને. ૧૬૩
અક્ષરાથ–ઘણું દુખ વેઠીને મેળવેલું ધન જુગારમાં