________________
૧૩૧
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] રસિક છે. તે તે દષ્ટિએ પણ તમારે અમારે ત્યાગ ન જ કરવો જોઈએ. જેમ વૃક્ષ, નદી, મેઘ વિગેરે પદાર્થો બીજાને સુખ આપે છે, તેમ તમારે પણ અમને સુખ આપવું જોઈએ. કારણ કે મહાપુરૂષ હંસની જેવા ગુણવંત હોય છે. અમારી નમ્ર વિનંતિને આપ કૃપા કરીને ધ્યાનમાં લેશે એમ આશા રાખીએ છીએ.
જંબૂ કુંવર–હે પ્રિયા ! કૃપાનિધાન શ્રી તીર્થકર દેવના વચન પ્રમાણે હું સ્પષ્ટ જણાવું છું કે ભેગના સેવનથી તલભાર પણ સુખ છે જ નહિ. જે કંઈ લાગે છે તે કેવલ બેટા મેહને લઈને જ (સુખ રૂપ લાગે છે.) ભયંકર નરકના દુઃખ ૩૩ સાગરોપમ જેવા લાંબા કાલ સુધી ભેગવવા પડે છે, તેમાં કારણ તરીકે ભેગ જણાય છે. આ વિચારથી હું તેને સર્વથા ત્યાગ કરવા ચાહું છું. તમારું પણ હિત મારી માફક કરશે તે જ થશે. (વિશેષ બીના ભાવના ક૫લતામથી જાણવી.) આ પ્રમાણે સાચા વૈરાગ્યની વાણી સાંભળીને આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામીને કહેવા લાગી કે હે સ્વામી! તમે જે માર્ગ સ્વીકારશે તે જ માર્ગને અમે પણ સ્વીકારીશું. આ બનાવ જોઈને પરિવાર સહિત પ્રભવ ચેરની પણ ભાવના સુધરી ગઈ. ખરેખર ઉત્તમ આલંબનને પ્રભાવ કેઈ અલૌકિક જ છે. તેણે શ્રી જંબૂકુંવરના ગુણેની અનુમોદના અને આત્મદષની નિદા કરીને શ્રી જંબુસ્વામીને પૂછયું કે હે મહાત્મા ! મારે શું કરવું ?
જંબૂ કુંવર–જે તમે તમારું કલ્યાણ કરવા ચાહતા હે તે એ જ સલાહ આપું છું કે જે માર્ગને હું સ્વી