________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૧૨૯ ૫. નભસેના–હે નાથ ! નજરે દેખાતાસ્વાધીન સુખને છેડીને શરીર વગરના સુખ (મેક્ષ સુખ) ની શા માટે ચાહના કરે છે?
જંબૂ કુમાર–દેખાતાં સાંસારિક સુખો અથવા સુખના સાધને ક્ષણ વારમાં નાશ પામી જાય છે, એ અનુભવ સિદ્ધ છે. તો તેને “આ સ્વાધીન છે એમ કહી શકાય જ નહિ. વિષ્ઠાદિ અશુચિ પદાર્થોથી ભરેલા આ દેહના નિમિત્તે ઘણું પાપ કર્મો કરવા પડે છે. તે દેહ તે અહીં રહે છે, ને તેના નિમિત્તે બાંધેલા પાપ કર્મો આ જીવને એકલા જ ભેગવવા પડે છે, માટે હું જ્યાં શરીરને ધારણ કરવાનું નથી એવા મુક્તિના સુખને ચાહું છું.
૬. કનકશ્રી–હે નાથ! તમે પ્રત્યક્ષ સુખને તે પામ્યા છે, તે પછી પક્ષ સુખની વાત કેમ કરે છે? સંયમનું ફલ ભેગના સાધનની પ્રાપ્તિ છે. તે તો તમને મળ્યા છે, તે પછી સંયમ લેવાની શી જરૂર?
જંબકુંવર–ખરા મેક્ષના સુખ મળતા હોય, તે તે આ માનવ દેહથી જ મળી શકે છે. માટે જ આ શરીરનું નામ ઔદારિક કહેવાય છે. બીજા વૈકિય વિગેરે શરીરથી મેક્ષના સુખ મળતા નથી. આવા ઉત્તમ દેહને મોક્ષના સાધન ભૂત સંયમની આરાધનામાં જોડનારા જ ખરા વિવેકી પુરૂષ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામે છે. સંયમનું ફૂલ ભેગ સામગ્રી છે જ નહિ. કિલષ્ટ કર્મની નિર્જર, વિશિષ્ટ સુખ વિગેરે સંયમનું ફલ છે. ખરા જ્ઞાની પુરૂષોને મોક્ષના સુખે પણ પ્રત્યક્ષ હોય છે. અને તે જ વાસ્તવિક સુખ કહે