________________
અબ્રહ્મચર્ય
પાસાં છે; પૂંઠના અસ્થિ અદશ્યમાન છે; સેના સમાન કાન્તિમાન, નિર્મળ, સુજાત, રોગરહિત, તેમની ગાત્રયષ્ટી છે; સોનાના કળશના જેવાં પ્રમાણયુક્ત, એકસરખા, સુલક્ષણયુક્ત, મનહર શિખરયુક્ત, સમણીયુક્ત, એવાં બે વર્તુલાકાર તેમનાં સ્તન છે; સપની પેઠે અનુક્રમવાળા (જાડા-પાતળા), કમળ, ગાયના પૂછડાની પેઠે ગાળ, એક સરખા, મધ્યભાગે વિરલ, નમેલા, રમણીય અને લલિત તેમના બાહુ છે; તાંબા જેવા લાલ નખ છે; હાથના અગ્ર ભાગ માંસલ છે; કોમળ અને પુષ્ટ આંગળીઓ છે; હાથમાંની રેષાઓ સતેજ છે; ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, સ્વસ્તિક, એવાં જૂજવાં લક્ષણે કરી વિરાજતી હાથની રેષાઓ છે; પુષ્ટ અને ઊંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે; પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે; ચાર આંગળના માપની, શંખને આકારે, રેખા સહિત તેમની ગ્રીવા-ડેક છે; માંસલ તથા રૂડા આકારની તેમની હનુવટી-હડપચી છે; દાડમનાં પુલ સમાન સતે, પુષ્ટ, જરા લાંબે, આકુંચિત એ સુંદર નીચેને હે છે; દહીં, પાણીનાં બિંદુ, કુદનાં પુષ્પ, ચંદ્રમા, વાસંતીની સુકુમાર કળી સમાન છિદ્રરહિત અને નિર્મળ તેમના દાંત છે; લાલ કમળ અને લાલ પદ્મપત્ર સમાન સુકોમળ તેમનું તાળવું અને જીભ છે; કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે; શરદઋતુનાં નવકમળ, કુમુદ અને નીલકમળના સમૂહ સમાન, સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયને છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનહર, કાળી વાદળની