SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્રહ્મચર્ય ૭૧ એવાં તેમનાં અંગે લક્ષણ અને વ્યંજન ગુણે કરીને યુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જે, ક્રૌંચ પક્ષીના જે, દુંદુભિના જેવ, સિંહના જે મેઘના જે, મનુષ્યના સમૂહના સ્વર જે તેમને સ્વર છે; સુસ્વયુક્ત તેમને ધ્વનિ છે; વાષભનારાચ સંહનનને ધારણ કરનારા છે; સમચતુરંસ સંસ્થાને કરી સંસ્થિત છે; કાન્તિમાન તથા ઉઘાતવંત તેમનાં અંગોપાંગ છે; રેગરહિત તેમના શરીરની ત્વચા છે કેક પક્ષીના જેવી તેમની (નિર્લેપ) ગુદા છે; પારેવાની પેઠે તેમને આહાર પચે છે (કાંકરા પણ પચી જાય) શકુનિ પક્ષીને જેવા તેમની ગુદાનાં પાસાં છે, જે મતવિસર્જન કરતાં ખરડાય નહિ; પદ્મકમળ અને નીલકમળ સરખે તેમના શ્વાસને ગંધ છે; સુગંધી વદન છે; મનહર તેમના શરીરમાંના વાયુને વેગ છે; ગૌરવર્ણય, સતેજ અને કાળ તેમના શરીરને અનુરૂપ કુક્ષી પ્રદેશ-ઉદર પ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળને આ હાર કરનારા છે; ત્રણ ગાઉ ઉંચા તેમનાં શરીર છે; ત્રણ પલ્યોપમની તેમની સ્થિતિ છે; ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે, તેવા એ જુગલીયા પણ કામગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે. (હવે જુગલીયાની સ્ત્રીનું વર્ણન કરે છે.) તેમની સ્ત્રી (જુગલણ) પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સગે કરી સુંદર હોય છે, પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ટ પ્રમાણયુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણે તેમને હોય
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy