________________
મૃષાવાદ
.
૩૪
મૃષાવાદનાં ફળ. * મૃષાવાદીઓ બેલવા વિષે અવિવેકવાળા, અનાર્ય, ખેટાં શાસ્ત્રોવાળા, બેટા ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ ખોટું બોલી તથા બહુ પ્રકારે બેટાં કામ કરી સંતોષ માનનારા હોય છે, તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા થકા, મૃષાવાદ કરીને મહાભયને, અવિરત વેદનાને, ઘણા કાળ સુધી બહુ દુઃખે કરીને યુક્ત એવી નરક-તીર્થયની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુઃખે જોગવતા થકા પુનઃ પુનઃ ભવના અંધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજ્યા થકા તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ઘ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષ્મી અને ભેગથી રહિતતા, અસૌખ્ય (મિત્રરહિતતા), શરીરનું રેગીપણું, કુરૂપતા, વિરૂપતા સ્પર્શની કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ, વિફળ-અવ્યક્ત ભાષા, સંસ્કાર-સન્માનરહિત તતા, દુર્ગધી શરીર, ચેતનારહિતતા, દુર્ભાગતા-અનિષ્ટતા, અસુંદરતા, કાગડા જે સ્વર, ધીમે અને ફાટેલે (અપ્રિય લાગે તે) સ્વર, વિહિંસા (તુચ્છકારને ભય), મૂર્ખતા; બહેરાપણું, મૂગાપણું, ગુંગણાપણું, અળખામણી ભાષા, વિકૃત ઇંદ્રિયે, નીચ જાતિનું સેવન, લોકનિંદા, સેવકપણું, હલકા લેકનું દાસત્વ, દુબુદ્ધિ, લેકશાસ્ત્ર (સામાન્ય નીતિશાસ્ત્ર)-વેદશાસ્ત્ર-અધ્યાત્મશાસ્ત્ર-સમયશાસ્ત્ર (આહંત શાસ્ત્ર)ની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદના કમરૂપી અગ્નિથી
હતા તેવા
પણ,