________________
૨૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મૃષાવાદનાં નામ.
બીજા અધમ દ્વારમાં મૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામ નીચે મુજબ કહ્યાં છેઃ—(૧) જૂઠ્ઠું. (ર) માયાવી શબ્દ. (૩) અનાયાઁ વચન. (૪) કપટયુક્ત જૂઠું. (૫) ન હાય તે વાત કહેવી તે. (૬) એન્ડ્રુ, અધિક અને નિરર્થંક ખેલવું તે. (૭) ઇરાદાપૂર્વક મિથ્યા પ્રલાપ. (૮) વિદ્વેષયુક્ત નિંદ્યા. (૯) વર્ક વચન. (૧૦) માયા-પાપવાળું વચન. (૧૧) ઢગાઈ ભર્યું વચન. (૧૨) “ મિથ્યા કહ્યું ” એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. (૧૩) અવિશ્વાસુ વચન. (૧૪) પોતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારૂં કથન. (૧૫) ન્યાયથી ઉપરવટ વચન. (૧૬) આ ધ્યાન. (૧૭) આળ મૂકવું. (૧૮) મલિન વચન. (૧૯) વાંકુ ખેલવુ. (૨૦) વનના જેવુ' ગહન (ગૂઢ) વચન. (૨૧) મયુક્ત વચન. (૨૨) ગૂઢાચારવાળું વચન. (૨૩) માયાપૂર્વક ગેાપવેલું વચન, (૨૪) અપ્રતીતિજનક વચન. (૨૫) અસમ્યક્ આચારયુક્ત વચન. (૨૬) ખેાટી પ્રતિજ્ઞા. (૨૭) સત્ય વચન પ્રત્યે શત્રુતાસર્ચ કથન. (૨૮) અવહેલનાવાળા શબ્દો. (૨૯) માયાએ કરી અશુદ્ધ (સાવદ્યકારી) વચન. (૩૦) વસ્તુના સદ્ભાવને ઢાંકનારૂં કથન. એ પ્રમાણે સમુચ્ચયે પાપકારી મૃષાવાદના ૩૦ નામ કહ્યાં. એ ઉપરાંત મૃષાવાદના ચાગ અનેક પ્રકારે છે. મૃષાવાદીઓ.
હુવે મૃષાવચન કાણુ ખેલે છે તે વિષે ત્રીજે દ્વાર કહે છે, પાપી, અસંયમવંત, અવિરતિ (પાપથી નિવાઁ નથી તેઓ), કપટી, કુટિલ, દાણુ સ્વભાવવાળા, ચપળ(અસ્થિર),