________________
શ્રી પ્રહ્મવ્યાકરણ સૂત્ર
પાચ ભાવનાઓ - આ પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણને અર્થે ભગવાને અકથિત, આત્મહિતકર, પરભવને વિષે સુખના કારણરૂપ, આગામી કાળે કલ્યાણકારક, શુદ્ધ, ન્યાયપંથ પ્રકાશક, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનારું પ્રવચન કરેલું છે. તે છેલ્લા વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. - પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણ અર્થે પહેલી ભાવનાએ શ્રોત્રેઢિયે મને અને મધુર શબ્દો સાંભળીને પણ નિસ્પૃહ રહેવું. તે શબ્દો કેવા હોય? મોટા મુખવાળા મૃદંગ, પણવ (નાને ઢેલ), મટે ઢેલ, કચ્છમિ (નારદની વણા), વિણા, વિપંચી (એક જાતની વીણા), વહૂકી (બીજી જાતની વણા), બદ્ધસિક (વારિત્ર વિશેષ), સુઘોષા (ઘંટા, નંદિ (એક જાતનું વારિત્ર), સાત તારની વિણા, વાંસળી, તુણક (વાઘવિશેષ), પર્વક (વાઘવિશેષ), તંત્રી (એક જાતની વીણા), તાળી, કરતાલ (કાંસાની), તૂર (વાઘ), એવાં વાદિના નાદ, ગીત, વાદ્ય, નટ, નર્તક, બજાણીયા, મલ, મુષ્ટિમg, ભાંડ, કથાકાર, જળમાં કૂદી રમનાર, રાસ રમનાર, શુભાશુભ કહેનાર, લંખ (વાંસ ઉપર ખેલનાર), મંખ (ચિત્રપટ દેખાડનાર), તૃણ વગાડનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલટા વગાડનાર, એ બધાની વિધવિધ ક્રિયાઓ, અનેક પ્રકારના મધુર સ્વરે, સુસ્વર ગીતે; એવું સાંભળીને સાધુએ તેમાં આસક્તિ કરવી નહિ), તેમજ કંચી (કીએનું બનાવેલું સ્ત્રીઓએ પહેરવાનું કમરનું આભૂષણ), કટિ