________________
૧૩
પ્રસ્તુત પુસ્તકમાં, હિંસા-જૂઠ-ચેરી-અબ્રહ્મચર્ય—પરિગ્રહ એ પાંચ પ્રકારના આસવ કર્મનું આવવું, એ વિષેને અધિકાર પ્રથમ ખંડ માં છે; અને અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય—અપરિગ્રહ એ પાંચ સંવરને અધિકાર બીજા ખંડમાં છે. એ વર્ણનની મહત્તા–ખુદ તીર્થંકર દેવની વાણુની મહત્તા હું પામર શું કથી શકું ? વાચકેએ વિચારપૂર્વક આ સૂત્રનું મનનપૂર્વક વાંચન કરવું, અને જે કંઈ પણ વાડાના દુરાગ્રહમાં પોતાની બુદ્ધિને ગેધી રાખ્યા વિના તટસ્થતાથી એકથી વધુ વાર આ શાસ્ત્રનું વાચન કરવામાં આવશે તે હું વિશ્વાસપૂર્વક કહી શકું કે વાંચનારને પિતાના માનવજીવનની ઉપયોગિતા અને આમકલ્યાણની સાચી સાધના જરૂર જડી આવશે. વૈદ તે દર્દની ચિકિત્સા કરી દવા આપી શકે, પછી દવા ખાવી અને કરી પાળવી અને આરોગ્ય પ્રાપ્ત કરવું કે કેમ તે તે દર્દીની મરજીની વાત છે. એ જ રીતે જન્મ જરા મરણ–ભવરોગ મટાડવા માટેની અમૂલ્ય ઔષધિ શ્રી વીતરાગદેવે આપણને આપી છે તેને ઉપયોગ કેવો કર એ તે માનવની વૃત્તિ ઉપર આધાર રાખે છે ને!
હારી શારીરિક અસ્વસ્થ પ્રકૃતિ અને બીજી કેટલીક પ્રવૃત્તિને લીધે તેમજ એક અશુદ્ધ પ્રતિ ઉપરથી કરાયેલું પ્રથમ વારનું ભાષાન્તર બીનઉપયોગી થવાથી આખુયે ભાષાન્તર ફરી વાર લખવું પડેલું હેવાથી પુસ્તકપ્રસિદ્ધિમાં ધારવા કરતાં ઘણું વધારે ઢીલ થઈ છે તેને માટે ઉદારચરિત પાસે ક્ષમા યાચું છું. મારા હમેશના સહાયક સેવાપ્રેમી મુનિવર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મુનિની જે મને સંપૂર્ણ સહાય ન હતી તે હું જે કાંઈ આવી સાહિત્ય પ્રવૃત્તિ કરી શકું છું તે કદિ પણ ન જ બનત; એ એમની સહાય મારા પર ઉપકારક છે. વળી આ પુસ્તક જે કાંઈ સુવાચ્ય બન્યું છે તે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહના અથાગ શ્રમને આભારી છે, એ ઋણને પણ અત્ર સ્વીકાર કરવો જોઈએ.