________________
દત્તાદનગ્રહણઃ અચૌર્ય
૧૦૭
અધ્યયન ૩ જું
દત્તાદાનગ્રહણ અચાર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું દત્ત તથા અનુજ્ઞાત એવી વસ્તુઓજ ગ્રહણ કરવા રૂપ સંવર વિષેનું ત્રીજું અધ્યયન સંભળાવું છું. દત્તાદાનનું સ્વરૂપ.
હે સુવતી (જંબૂ !) એ મહાવ્રત છે અને ગુણવ્રત છે. (ઈહલોક-પરલોકના ઉપકારનું કારણભૂત છે). પરદ્રવ્યના હરણ પ્રત્યે વિરક્તિયુક્ત, અપરિમિત તથા અનંત તૃણું રૂપ અને અનુગત (વરતુઓ આશ્રી) મહેચ્છા રૂપ જે મન-વચન વડે થતું પાપ રૂપી ગ્રહણ (આદાન) તેના સુખુ નિગ્રહયુક્ત, સુડું સંયમિત મન-હાથ-પગના સંવરણ યુક્ત, (બાહ્ય તથા અત્યંતર) ગ્રંથીને ટાળનાર, નિષ્ઠાયુક્ત (ઉત્કૃષ્ટ), નિરૂક્ત (તીર્થકરેએ ઉપદેશેલું), આસવરહિત, નિર્ભય, વિમુક્ત (લેભ દોષથી રહિત), ઉત્તમ નરવૃષભેએ, પ્રધાન બલવંત મનુષ્યએ અને સુવિહિત (સાધુ) જનેએ માન્ય કરેલું અને પરમ સાધુઓના ધર્માનુષ્ઠાન રૂપ એવું આ (ત્રીજુ) વ્રત છે. ગામ-આગર-નગર-નિગમ-ખેડ-કવડમંડપ-દ્રોણમુખ-સંબાહ-પટ્ટણ-આશ્રમ આદિમાંનું કઈ પણ દ્રવ્ય જેવું કે મણિ, મુક્તા (મોતી), શિલા, પ્રવાલ, કાંસું (ધાતુ), વસ્ત્ર, રૂપું, સોનું, રત્ન આદિ કાંઈ પડયું હોય કેઈનું ખોવાઈ ગએલું પડયું હાય (અને તેના માલેકને