SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (બેટી દિશાએ) ગએલા અને પાણીના વમળમાં પડેલાં વહાણે પણ સત્યથી ડૂબતા નથી, તેમાંના માણસે મરતા નથી અને સ્થાન (કિનારે) મેળવે છે. સત્યથી અગ્નિસંભ્રમમાં પણ માણસ દાઝતા નથી. સત્યવાદી માણસે તાતા તેલ, કથીર, લોહ કે સીસાને સ્પર્શ કરે અથવા હાથમાં ધારણું કરે તે પણ તેઓ દાઝતા નથી, પર્વતના શિખર ઉપરથી પડે તેપણ સત્યથી માણસ મરતે નથી, સત્યવાદી સમરાંગણમાં (શત્રુઓની) તલવારના પિંજારામાં સપડાયા છતાં તેમાંથી અણઘવાયલે બહાર નીકળે છે. મારપીટબંધન-ઘોર શત્રુતામાં સપડાયા છતાં અને શત્રુઓની વચ્ચે આવી પડ્યા છતાં સત્યવાદી મનુષ્ય તેમાંથી અબાધિત છૂટે છે અને બહાર નીકળે છે. (આપત્તિના સમયમાં) દેવતાઓ સત્યવાદીને-સત્ય વચનમાં રતિ ધરાવનારાઓને સહાય કરે છે. સત્યને આચરનારા, આવું સત્ય ભગવાન શ્રી તીર્થંકર દેવે દસ પ્રકારનું રૂદ્ધ રીતે ભાખ્યું છેચૌદ પૂર્વધરે સત્યના પ્રભૂત-પૂર્વ ગત અર્થને જાણે છે મહર્ષિઓએ સિદ્ધાન્ત કરીને સત્યને આપ્યું છે; દેવેન્દ્ર અને નરેન્દ્ર સત્યનું પ્રજન (અર્થ) પ્રકાશેલું છે; વૈમાનિક દેએ સત્યને મહા અર્થ– મહાપ્રયજન સાધ્યું છે, મંત્રૌષધિ વિદ્યાની સાધના માટે સત્ય (આવશ્યક) છે, વિદ્યાધર-ચારણાદિ વંદની અને શ્રમણની વિદ્યા (આકાશગમન-વૈકેયકરણદિ) સત્યથીજ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy