________________
પન્ના સંગ્રહ
निद्धं महुरं पल्हायणिज्ज-हिययंगमं अणलियं च । तो सेहावेयव्वा, सो खवओ पण्णवंतेण ॥१५७॥
- અર્થ - તે નિર્ચામણું કરાવનાર ગુરૂ કૃપક (અનશન કરનાર) ને સ્નિગ્ધ, મધુર, હર્ષ આપનાર, હૃદયને ગમતું, અને સાચું વચન કહેતા શિખામણ આપે. ૧૫૭ संभरसु सुयण जं, तं मझमि चउव्विस्स संघस्स । बूढा महापइण्णा, अहयं आराहइस्सामि ॥१५८॥
અર્થ - હે સત્ પુરૂષ! તે ચતુર્વિધ સંઘની વચ્ચે મેટી પ્રતિજ્ઞા કરી હતી કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. ૧૫૮. अरहंत-सिद्ध-केवली, पञ्चक्खं सव्व-संघ-सक्खिस्स । पच्चक्खाणस्स कयस्स, भंजणं नाम को कुणइ ॥१५९॥
અર્થ :- અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખાણને ભંગ કોણ કરે? ૧૫૯ भालंकीए करुणं, खज्जतो घोरविअणत्तोवि । आराहणं पडिवन्नो, झाणेण अवंतिसुकुमाला॥१६०॥
, અર્થ = શિયાણીથી અતિશય ખવાતા, ઘર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાનવડે આરાધના પામ્યા. ૧૬૦