________________
બે બોલ
શ્રી જિન શાસન એ પૂર્વભવ અને ભાવિ ભવની દીર્ઘ વિચારણા કરે છે. આ ભવના સુખ દુખ ક્ષણિક છે અને સુખ ભેળવવામાં મસ્ત બને તે ભાવિના ભવ બગડે. માટે આ ભવના સુખની ઉપેક્ષા કરીને પણ ભાવિભવ સુધારે જોઈએ અને શ્રી જિન શાસનની શ્રદ્ધા પૂર્વકની રૂચિ ભાવિ ભવની પરંપરાને પણ સુધારીને મોક્ષપદ સુધી લઈ જાય છે.
તેથી અંત સમયે જે જીવ ચેતી જાય છે તેનું શ્રેય થઈ જાય છે. આખા જીવનની ધર્મ સાધના પણ અંત સમયને સુધારવાના અભ્યાસ માટે છે.
અંત સમયે જીવને કરવા એગ્ય આરાધનાના અધિકાર રૂપ ચાર પન્ના અને પર્યન્ત આરાધના તથા પરમાનંદ પચીશી એ છ ગ્રન્થ સંગ્રહિત કર્યા છે અને છે એ ગ્રંથ ભાષાંતર સહિત મુક્યા છે જેથી આરાધના કરનાર કરાવનારને સુગમતા રહે