________________
૨૩
પરાધીન બનેલા આત્માને સ્વતંત્ર બનાવવા માટે આવશ્યક પ્રતિક્રમણ કરવાનું છે. સ્વ એટલે આત્મા અને તંત્ર એટલે અધીન આત્માને સ્વાધીન રહેવું તેને સ્વતંત્ર કહેવાય છે.
(૩) નિકાચિત, અનિકાચિત કર્મોનો અન્ત-નાશ કરાવે તેને આવશ્યક કહે છે.
(૪) આવશ્યક શબ્દ સંસ્કૃત છે, તેનો પ્રાકૃતમાં આવાચક શબ્દ બને છે. આમાં વધાલૂ ૨હેવા અર્થમાં છે. તેથી આવૃત ગુણવાળા આત્માને ચારે તરફથી ગુણીયલ બનાવે તેને આવશ્યક કહે છે. તેના છ અંગો છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવન્દન, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન.
જયારે ભવભવાન્ત૨ના કરેલા પાપોને ધોવા જ છે તો સૌ પ્રથમ નવા પાપોં ને રોકવા માટે નિયમની મર્યાદા કરી સામાયિક લેવું જોઈએ ૪૮ મિનિટ માટે પણ ફરીથી આત્મા પાપ ત૨ફ જવા ન પામે તે માટે જીભ, આંખ અને કાન ને મૌન આપવાનું જરૂરી એટલા માટે છે કે સૂક્ષ્મ કે સ્થૂળ દષ્ટિએ આત્રણે ઈન્દ્રિયો પાપકા૨ક, પાપવર્ધક હોવાથી તેને બંધ કર્યા પછી, તેટલા સમય માટે પણ હું કોઈનો નથી, વ્યાપાર રોજગા૨ કે કુટુંબ પ૨વા૨૪૮મિનિટ ને માટે મારા નથી. આમ કરવાથી આત્મા જાગૃત રહેવા પામશે. ચતુર્વિશત સૂત્રથી એકએક તીર્થંકર દેવનું